Get The App

ત્રાપજ ગામ પાસે કારે ટક્કર મારતા બાઈકચાલકનું મૃત્યુ

Updated: May 14th, 2024


Google NewsGoogle News
ત્રાપજ ગામ પાસે કારે ટક્કર મારતા બાઈકચાલકનું મૃત્યુ 1 - image


- ખંઢેરા ગામે પાંચમ કરી પરત આવતી વેળાએ કાળનો કોળિયો બન્યા

- ઈજાગ્રસ્તે સર ટી.હોસ્પિટલમાં દમ તોડયો, કારચાલક ફરાર

ભાવનગર : તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક કારચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા એક વ્યક્તિનું કરૂણ મોત થયું હતું.

બનાવની મળતી વિગત અનુસાર તળાજાના સાંખડાસર નં.૨ ગામે રહેતા હાર્દિકભાઈ હિંમતભાઈ વળિયા (ઉ.વ.૧૯) અને તેમના દાદા ધીરૂભાઈ નાથાભાઈ વળિયા ગઈકાલે પોતાની અલગ-અલગ બાઈક લઈ ખંડેરા ગામે હાર્દિકભાઈના ફુઆની પાંચમ કરવા ગયા હતા. ત્યાંથી બપોરે પરત પોતાના ઘરે આવતી વેળાએ ત્રાપજ ગામે રિલાયન્સ પેટ્રોલપંપ પાસે પહોંચતા એક અજાણ્યા કારના ચાલકે ધીરૂભાઈ વળિયાની બાઈક સાથે પાછળથી અકસ્માત સર્જતા તેમને ગંભીર ઈજા સાથે ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હાર્દિકભાઈ વળિયાએ અજાણ્યા કારના ચાલક સામે આજે સોમવારે અલંગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૨૭૯, ૩૦૪એ, ૩૩૭, ૩૩૮, એમ.વી. એક્ટની કલમ ૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.


Google NewsGoogle News