ટંકારાના ઓટાળા ગામે ખેડૂત પરિવાર ઉપર જીવલેણ હુમલો, ગન બતાવી ધમકી

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
ટંકારાના ઓટાળા ગામે ખેડૂત પરિવાર ઉપર જીવલેણ હુમલો, ગન બતાવી ધમકી 1 - image


લોખંડના પાઇપ, ધોકા લઇ ૮ શખ્સો તૂટી પડયા

જમીન આરોપીને વેંચ્યા બાદ તેણે ખેતરે જવાનો રસ્તો બંધ કરી દીધોજેનો મામલતદાર કચેરીમાં કેસ કર્યો તેના ખારમાં હુમલો કરાતાં ૪ સભ્યો ઘાયલ

મોરબી, ટંકારા :  ટંકારાના ઓટાળા ગામની સીમમાં ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેવાતા તે મામલે મામલતદાર કચેરીમાં કેસ કરતા તેના ખારમાં રસ્તો બંધ કરનાર શખ્સ સહિત ૮ શખ્સોએ ખેડૂત પરિવારના ૫ સભ્યો ઉપર લોખંડના પાઇપ, લાકડાના ધોકાથી જીવલેણ હુમલો કરી અને ગન બતાવી મારી નાખવાની ધમકી આપતા  ફરિયાદ નોંધાવાઇ છે.

ટંકારાના ઓટાળા ગામના રહેવાસી નીકુલભાઈ નરભેરામભાઈ ઘોડાસરા (ઉ.વ.૨૯) નામના યુવાને આરોપીઓ રોહિત નાનજી ફાંગલીયા (રહે. વછકપર તા. ટંકારા) અને સાત અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેમને રોહિત ફાંગલીયાએ ખારા નામની વાડીએ બોલાવ્યા હતા. જેથી ફરિયાદી નીકુલ, તેના બાપુજી નરભેરામભાઈ, કાકા કાનજીભાઈ અને કાકાનો દીકરો વિશાલ બધા સાડા બારેક વાગ્યે વાડીના રસ્તે આવ્યા હતા. જ્યાં રોહિત અને તેની સાથે અજાણ્યા ઈસમો હાજર હતા. રોહિતે આવી તમારે રસ્તો જોઈએ છે. તેમ પૂછતાં યુવાને આ બાબતે મામલતદારમાં કેસ કર્યો છે. જેનો હુકમ આવશે તે મુજબ અમલવારી કરીશું કહેતા આરોપી રોહિતને સારું લાગતા તેણે જેમફાવે. જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેણે અન્ય ૭ શખ્સોએ લોખંડના પાઇપ તથા ધોકાથી ચારેય ઉપર હુમલો કરી માર માર્યો હતો. બાદમાં રોહિતે કમરે બાંધેલી ગન બતાવીને એની પર બીજો હાથ રાખીને ધમકીના સૂરમાં આટલી વાર લાગશે. હું કોઈને મુકીશ નહિં અને કેશ કરવા કોઈ ગયા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આમ ઓટાળા ગામની સીમમાં ફરિયાદ યુવાનની વડીલો પાર્જીત ખેતીની જમીન આવેલ છે. અને ગામના  ખેડૂત બેચરભાઈની જમીનમાંથી આવવા જવાનો રસ્તો હોય. હાલમાં જમીન બેચરભાઈએ આરોપી રોહિતને વેચાણથી આપી દેતા જમીન સુધી જવાનો એકમાત્ર રસ્તો બંધ કર્યો હતો. જેથી મામલતદારમાં કેસ કર્યાે હતો જેનો ખાર રાખીને  આઠ ઇસમોએ ફરિયાદી, તેના બાપુજી, કાકા અને કાકાના દીકરાને માર મારી ગન બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.


Google NewsGoogle News