ગુજરાતમાં સહકારી બેન્કીંગ ક્ષેત્રે સાયબર એટેકથી વ્યવહારોને અસર

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં સહકારી બેન્કીંગ ક્ષેત્રે સાયબર એટેકથી વ્યવહારોને અસર 1 - image


- સંવેદનશીલ સંસ્થાઓ પર વધી રહેલા સાયબર એટેક : રેનસમ વેર થ્રેટની ચાલતી તપાસ, માત્ર ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્ક સાથે જોડાયેલી બેન્કોને વધારે મૂશ્કેલી

રાજકોટ, : ગુજરાતમાં સહકારી બેન્કીંગ ક્ષેત્રમાં રેનસમ વેર થ્રેટ કહેવાતા સાયબર એટેકથી બધી બેન્કો સચેત બની ગઈ છે અને કરોડોના આર્થિક વ્યવહારનેમાઠી અસર પડી રહ્યાનું જાણવા મળ્યું છે. બેન્કીંગ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું કે સાયબર એટેક થયો છે અને તેના પગલે સોફ્ટવેરમાં ક્ષતિ છે અને તેનું કારણ અને નિવારણ કરવા માટે ત્રણેક દિવસથી ઉચ્ચ કક્ષાએ પ્રયાસો થઈ રહ્યા છે. 

રાજકોટની આર.સી.સી.બેન્કના ચેરમેન પરસોતમ પીપળીયાએ જણાવ્યું કે રાજ્યમાં આશરે 248 સહકારી બેન્કો છે જેમાં 18 જિલ્લા બેન્કો છે, તેમાં રેનસમ થ્રેટ કહેવાતો સાયબર એટેકના અહેવાલ મળયા છે જેના કારણે ખાસ કરીને ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેન્ક સાથે આર્થિક લેણદેણના વ્યવહારો કરવા માટે સોફ્ટવેરથી જોડાયેલીહોય તેવી બેન્કોમાં વ્યવહારો ખોરવાયા છે. પરંતુ, જે સહકારી બેન્કો વિકલ્પમાં અન્ય બેન્ક સાથે પણ આવું ટાઈ અપ હોય છે તેમના અન્ય બેન્ક સાથેના વ્યવહારો જારી છે. તેમણે ઉમેર્યું કે આનાથી કોઈ ગભરાવાની જરૂર નથી પરંતુ, સાવચેતી ચોક્કસ અને ખૂબ જરૂરી છે. રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેન્કના ચેરમેન જયેશ રાદડીયાએ જણાવ્યું કે આજે મને આવા સાયબર એટેકની જાણ થઈ છે, બેન્કીંગ સ્ટાફ એલર્ટ છે, આનાથી વ્યવહારોને માઠી અસર પડી છે પરંતુ, એવી આશા છે કે તેનો ટેકનીકલી નિકાલ આવી જશે. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા એરપોર્ટની  કામગીરીને પણ  સાયબર એટેકથી ઘણી માઠી અસર પહોંચી હતી. ડીજીટલ કે ઓનલાઈન કરોડોના વ્યવહારો વધી રહ્યા છે તે સાથે ખતરો પણ વધી રહ્યો છે અને એકાઉન્ટ હેક થવા, પાસવર્ડ ચોરી લઈને પૈસા ઉપાડી લેવા જેવી ઘટના પણ સામાન્ય બની છે જેના પગલે સાયબર સિક્યુરિટી હવે મોટો પડકાર બની રહી છે. 


Google NewsGoogle News