Get The App

જેતપુરમાં આરોપીના ફોનમાંથી બાળકોના અશ્લિલ પોર્ન ફોટા મળતાં ગુનો દાખલ

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
જેતપુરમાં આરોપીના ફોનમાંથી બાળકોના અશ્લિલ પોર્ન ફોટા મળતાં ગુનો દાખલ 1 - image

ત્રણ દિવસ પહેલાં બૂટલેગરને છોડાવવા પોલીસ મથકમાં ધમાલ મચાવી હતી

પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ,શરાબ-ડ્રગ્સની પાર્ટી ચાલતી હોવાના વીડિયો મળી આવતાં અજાણ્યા શખ્સની શોધખોળ 

જેતપુર: જેતપુર પોલીસ મંથકમાં ગત તા ૧૭ના રોજ બુટલેગરને છોડાવવા માટે ધમાલ મચાવર આરોપી મિત સોંદરવાના મોબાઈલ ફોનમાંથી બાળકના અશ્લીલ ફોટો મળતા આઇટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે.આ આરોપીના મોબાઈલમાંથી અજાણી ી અને પુરૂષના પોર્ન વિડિયો પણ મળ્યા છે. કોઈ જગ્યાએ શરાબ - ડ્રગ્સની પાર્ટી ચાલતી હોવાના પણ દ્રશ્યો મળ્યાનો પોલીસનો આક્ષેપ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા જૂનાગઢના આરોપીએ તેના સાગરીતો સાથે મળી અગાઉ જેતપુર પોલીસ મથકે ધમાલ મચાવતા કાર્યવાહી થઈ હતી.

આ ગુનાની તપાસ એ.એસ.આઈ. બી.કે. ચાવડાને સોંપાઈ હતી. તેઓએ આરોપીઓના મોબાઈલ તપાસ કરતા આરોપી મિત ગીરીશભાઈ ઉર્ફે જગદીશભાઈ સોંદરવા (રહે. લક્ષ્મીનગર-૨, આલ્ફા સ્કુલની પાસે, મોતીબાગ, જુનાગઢ)ના આઈ ફોન મોબાઇલમાંથી વ્હોટ્સએપ ચેટમાં એક અજાણ્યા શખ્સએ આરોપીના મોબાઈલ ફોનમાં એક બાળકનો ગુપ્ત ભાગ દેખાતો, વાસનાને ઉત્તેજન આપે તેવો એકદમ ખુબ જ અશ્લીલ અને બીભત્સ ફોટો મોકલેલ હતો.આરોપી મિત સોંદરવાના મોબાઈલ ફોનમાં અજાણ્યા મહિલા તથા પુરૂષના એકદમ બીભત્સ અને અશ્લીલ ફોટોગ્રાફ્સ અને વીડિયો મળી આવેલ છે મોબાઈલ ફોનમાં ઘણા વીડિયો તથા ફોટાઓમાં આરોપી મીત અજાણ્યા પુરૂષ તથા મહિલા સાથે મળીને ડ્રગ્સ જેવો દેખાતો સફેદ પાવડરનો નશો કરતો જોવામાં આવે છે . આરોપી  તથા અન્ય ઈસમો વિડીયો તથા ફોટોગ્રાફ્સમાં ક્યા પદાર્થનું સેવન કરે છે તે દીશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મિત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ તેની સામે જૂનાગઢમાં દુષ્કર્મ, અપહરણ, મારામારી, સહિત ત્રણ ગુના નોંધાયેલ છે.


Google NewsGoogle News