પોરબંદર પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન સહિત ચાર સામે નોંધાયો ગુનો

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
પોરબંદર પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન સહિત ચાર સામે નોંધાયો ગુનો 1 - image


સીસી ટીવી ફૂટેજ વાયરલ પ્રકરણમાં

પાલિકા પ્રમુખની ચેમ્બરમાં થયેલી માથાકૂટના સીસી ટીવી ફૂટેજ ચીફ ઓફિસરની પૂર્વ મંજૂરી વગર સર્વર રૂમમાંથી મેળવી વાયરલ થતા ગુનો દર્જ

પોરબંદર: પોરબંદર નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં ગેરવર્તણુક સંબંધી માથાકૂટ થઈ હતી. અને તેમને ગાળા ગાડી કરવામાં આવી હતી. એ સહિતના વિડીયો ફૂટેજ સર્વરમાંથી પાલિકાની મંજૂરી વગર લઈને વાયરલ કરવામાં ગુન્હો નોંધાયો છે. જેમાં પોલીસ તપાસમાં નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન સહિતના અન્ય ચાર શખ્સો હોવાનું ખુલ્યું છે. આથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પોરબંદર નગરપાલિકાના અધિકારી કિશોરભાઈ ધનજીભાઈ ત્રિવેદી દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ કમલાબાગ પોલીસ મથકમાં આઇટી એકટ હેઠળ નોંધાવાઇ છે કે, નગરપાલિકાના સુધરાઈ સભ્ય અને હાલ કારોબારી સમિતિના ચેરમેન તરીકે સેવા આપતા દિલીપ ઓડેદરા અને તેની સાથે સીસીટીવી ફૂટેજમાં દેખાતા અજાણ્યા બે માણસો તેમજ કાના કરશન નામની ફેસબુક આઇડીના ધારક વગેરે સામે ફરિયાદ થઈ છે. જેમાં આરોપીઓ દિલીપ ઓડેદરા અને અન્ય બે શખ્સોએ પોરબંદર છાયા નગરપાલિકાના સી.સી. ટીવી. ફુટેજ ચીફ ઓફિસર નગરપાલિકાની કોઈ પૂર્વ મંજૂરી કે કાયદાકીય કાર્યવાહી કર્યા વગર નગરપાલિકાની બિલ્ડિંગમાં આવેલ સર્વર રૂમમાં બપોરના સમયે પ્રવેશ કરીને પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ સાથે નગરપાલિકાની ઓફિસમાં થયેલ ગેરવર્તણૂક સંબંધિત વિડિયો ફૂટેજ સર્વરમાંથી મેળવી લીધા હતા અને કાના કરસન નામની ફેસબુક આઇડી પર વાયરલ કરી ગુનામા એકબીજાને મદદગારી કરતા કમલાબાગ પોલીસ મથક દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે નગરપાલિકાની પાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભાની બેઠક યોજવાની છે.

જાહેર રજાના દિવસે ફટેજ મેળવ્યાનું તપાસમાં આવ્યું બહાર

પોલીસ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે, જે વિડીયો વાયરલ થયો હતો તે સી.સી. ટીવી. ફૂટેજ નગરપાલિકાના સભ્ય દિલીપ ઓડેદરા તથા તેની સાથેના બે અજાણ્યા માણસોએ તા.૨૮/૯ના રોજ જાહેર રજાના દિવસે નગરપાલિકાના બિલ્ડિંગમાં આવેલા સર્વર રૂમમાં પ્રવેશ કરીને યેનકેન પ્રકારે મેળવ્યા હતા.


Google NewsGoogle News