Get The App

લોન મેળવવા રૃ.40 લાખ ખર્ચ્યા છતાં કામ ન થતા કોન્ટ્રાકટરનો ગળાફાંસો ખાઇ આપઘાત

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
લોન મેળવવા રૃ.40 લાખ ખર્ચ્યા છતાં કામ ન થતા કોન્ટ્રાકટરનો ગળાફાંસો ખાઇ આપઘાત 1 - image


મૃતકના પત્નીએ  ચાર શખ્સ વિરૃદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

આનંદનગર વિસ્તારની ઘટનામાં મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી લોન કરાવવા માટે અન્ય 2 શખ્સ પાસેથી મૃતકે 20 ટકા વ્યાજે નાણાં લીધા હતા

ભાવનગર :  ભાવનગરના શહેરના આનંદનગર, મફતનગરમાં રહેતા કોન્ટ્રાક્ટરે મોટી રકમની બેંક લોન મજૂર કરાવવા માટે વ્યાજે નાણાં લઈ આપેલા રૃ. ૪૦ લાખ બે ઇસમોએ ખર્ચી લોન મંજૂર નહીં કરાવતા કોન્ટ્રાક્ટરને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેવાની ફરજ પડી હતી.એક તરફ લોન મંજૂર ન થતાં કામ અટકી પડવું અને બીજી તરફ વ્યાજખોરના ત્રાસના કારણે કંટાળીને અંતિમ પગલું ભરનાર કોન્ટ્રાક્ટર યુવાને આપઘાત પૂર્વે આપવીતી જણાવતો વીડિયો બનાવી મોતને વ્હાલ કર્યું હતું. જયારે, બનાવ અંગે મૃતકના પત્નીએ  ૪ શખ્સ વિરુદ્ધ તેના પતિને મરવા મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

બનાવની વિગત એવી છે કે, શહેરના આનંદનગર ડબ્બલ થાંભલા પાસે આવેલા મફતનગરમાં રહેતાં પ્રવીણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ દેવજીભાઈ સાગઠીયા મકાન બાંધકામના કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હતા. તેમને કન્સ્ટ્રક્શનના વ્યવસાય માટે નાણાની જરૃરીયાત ઉભી થતા રાજુ ટિડાભાઈ સોલંકી તથા મેહુલ ભરતભાઈ મકવાણા વચ્ચે લોન બાબતે સમજુતી કરાર થયો હતો. કરારના પગલે પ્રવિણભાઈએ ગૌતમ મેર તથા દીપક ગેરેજવાળા પાસેથી ૨૦ ટકા સુધીના ઉંચા વ્યાજે નાણાં લઈ તે સહિત રૃ. ૪૦ લાખની રકમ ઉક્ત બન્ને શખ્સને આપી હતી. જેના બદલામાં બન્ને શખ્સોએ તેમને આ નાણાં ના બદલામાં બેંકમાંથી મોટી રકમની લોન પાસ  કરાવી દેવાનો વાયદો આપ્યો હતો. જો કે, સમયમર્યાદા બાદ પણ રાજુુ સોલંકી તથા મેહુલ મકવાણાએ બેંકમાંથી લોન પાસ નહીં કરાવી માત્ર વાયદાઓ કરી પ્રવીણભાઈ પાસે થી રૃપિયા પડાવી રહ્યા હોવાનું તેમને અનુભવાયું હતું. આ પણ અધુંરૃં હોય તેમ લાંબ સમયથી લોન મંજૂર ન થતાં પ્રવિણભાઈએ ઉક્ત બન્ને શખ્સો પાસેથી ૪૦ લાખ પરત માંગયા હતા. જેના જવાબમાં બન્ને શખ્સોએ તેમની પાસે નાણાં ન હોવાનું અને રકમ ખર્ચાઈ ગઈ હોવાનું જણાવતાં પ્રવીણભાઈને લાગી આવ્યું હતું .બીજી તરફ, ઉંચા વ્યાજે લીધેલી રકમ બદલ વ્યાજખોર તરફથી ત્રાસ વધતાં તેમણે ગત રોજ સાંજના સુમારે પોતાના ઘરે બીજા માળે રૃમમા પંખા સાથે દોરડુ બાંધી ગાળા ફાંસો ખાઈ લીધો હતો.

બનાવની જાણ થતાં જ પરિવારના સભ્યો ઉપરના માળે દોડી ગયા હતા. અને પ્રવિણભાઈના પત્ની તથા તેમના પુત્રે તેમને નીચે ઉતારી સારવારાર્થે હોસ્પિટલ ખસેડયા હતા. જયાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહરે કર્યા હતા. જયારે, મૃતકના મોબાઈલમાંથી એક વીડિયો મળી આવ્યો હતો. જેમાં તેમના આપઘાતનું કારણ રજૂ કરતી ઉક્ત હકિકત અને તેમના હાથે લખાયેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં દર્શાવેલી ઉક્ત વિગતના આધારે મૃતકના પત્ની હંસાબેન પ્રવિણભાઈ ઉર્ફે પ્રકાશભઆઈ સાગઠીયાએ  ઉક્ત ચાર શખ્સ વિરૃધ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં મરવા મજબૂરક કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ોપલીસે ગુન્હો નોંધી તજવીજ શરૃ કરી છે. 

મૃતકે સ્વહસ્તાક્ષરે લખેલી સ્યુસાઈડ નોટ મળી, પોલીસે જપ્ત કરી 

મૃતક પ્રવીણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ પોતાના હસ્તાક્ષરે સ્યુસાઈડ નોટ લખી છે.જેમાં પ્રવિણ દેવજીભાઈ સાગઠીયા પાસેથી વ્યાજવા લીધા હતા. ગૌતમ મેર પાસેથી ૨૦ ટકા ( રહે. સુભાષનગર) પાસેથી રૃ. ૪ લાખ ૨૦ ટકા વ્યાજે લીધા હતા. ,દિપક ગેરેજ વાળો (રહે. બોડીગેટ) ૨૦ ટકા વ્યાજે ૫ લાખ લીધા હતા.અને તમાંમે મૃતકને હેરાન કર્યા હતા.અને મૃતકે ભગવાને પ્રાથના કરી હતી કે આવુ બીજા કોઈની સાથે નાં થાય અને રૃપિયા પરત માગતા રૃપિયા વપરાઈ ગયા હોવાનું કહી હવે લોન થાય કે નથાય અને મૃતકે લીધેલા રૃપિયા પરત નહીં આપી શકતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

મૃતકે મોબાઈલમાં વિડિયો બનાવની આપવીતી જણાવી 

મૃતક પ્રવીણભાઈ ઉર્ફે પ્રકાશભાઈનાં પત્ની હંસાબેનએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મૃતક પતિએ પોતાના મોબાઈલમાં તેમના આપઘાત પાછળના જવાબદાર લોકો અને તેના કારણો વર્ણવતો વીડિયો બનાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. જેમાં કોન્ટ્રાકટર યુવાને  તેના આપઘાત માટેના કારણો દશવ્વી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે આ વીડિયો કબ્જે કર્યો હોવાનું જાણવા મળેલ છએ. જયારે, બનાવને લઈ મૃતકના પુત્રએ પણ પિતા પાછળ આક્રંદ વ્યક્ત કર્યું હતું.



Google NewsGoogle News