Get The App

સિહોરથી ઘાંઘળીના બિસ્માર રોડને લઇ પ્રાંત અધિકારીને ફરિયાદ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
સિહોરથી ઘાંઘળીના બિસ્માર રોડને લઇ પ્રાંત અધિકારીને ફરિયાદ 1 - image


- ભાવનગર જિલ્લામાં  પ્રથમ નવા નિયમ સાથે 

- આઈ.પી.સી. અને સી.આર.પી.સી. 152 એક્ટ સાથે આર.એન્ડ બી. વિભાગના જવાબદાર અધિકારી વિરૂધ્ધ રાવ 

સિહોર : ભારત સરકાર દ્વારા નવા કાયદા અને નિયમોમાં ફેરફાર થતા રાજયમાં ભાવનગર જિલ્લામાં સર્વ પ્રથમ વખત સિહોરના પ્રાંત અધિકારીને કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ ઇન્ડીયન એવિડન્સ એક્ટ બી.એસ.એ.૧૫૨ મુજબની લેખિત ફરિયાદ કરાતા સિહોરની પ્રાંત કચેરી ખાતે આર.એન્ડ બી. વિભાગ વિરુદ્ધની આ પ્રથમ ફરિયાદને લઇ સંકલન સમિતિની બેઠકમાં તંત્ર વિરૂધ્ધ નોટિસ આપી કાર્યવાહી કરવાની ખાત્રી અપાઈ હતી.

સિહોરમાં પ્રાંત અધિકારી કચેરી ખાતે નાયબ કલેકટર દિલીપસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક મળી હતી. જેમાં સિહોર શહેર તેમજ ઘાંઘળી સહિતના  ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નોને લઇ પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં રોડ, રસ્તા, ગટર તેમજ પાણી, સહિતના  અનેક પ્રશ્નોને લઇ રજૂઆતો થઈ હતી. સિહોર તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં સૌથી વધુ વકટ બનેલા રોડ રસ્તા વિભાગ સામે વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠવા પામી હતી. દરમિયાન સિહોર-ઘાંઘળીને લઇને જે વેધક પ્રશ્ન હતો તે આ રોડ ઉપર ઠેર-ઠેર મોતના ખાડાઓની સમસ્યાઓને લઇ આ વિસ્તાર ૨૪ કલાક ધમધમતો હોય છે.આ રોડ આર. એન્ડ બી વિભાગમાં આવતો હોય જે અંગે જી. આઈ.ડી.સી.રોલિંગ મિલના પ્રમુખ હરીશભાઈ પટેલ દ્વારા કલેકટરથી લઇ ગાંધીનગર સુધી અનેક વખત ફરિયાદો કરી હતી. તેમજ વર્ષ ૨૦૨૩ માં સિહોર ટાણા ચોકડીથી દાતાર સુધી રોડના ખાતમુહૂર્ત સમયે પણ ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ રાજકીય નેતાઓ કે  તંત્ર દ્વારા ઘટતી કાર્યવાહી હાથ ધરાઈ નહિ અને આ રોડ ઉપર ઠેર- ઠેર મોતના ખાડાઓને લઇ રાહદારીઓથી લઇ નાના મોટા વાહનો હોય કે સરકારી વાહનો હોય કે ઇમરજન્સી સેવા આપતા વાહનો હોય. આ રોડ ઉપરથી પસાર થવુ એટલે માથાના દુઃખાવા સમાન છે. રોલિંગ મિલ ફેકટરીઓ, ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જવા માટેનો આ મુખ્ય માર્ગ ગણાય છે ત્યારે આ રોડની સમસ્યાની વારંવાર આર.એન્ડ બી. વિભાગમાં જવાબદાર અધિકારીઓને ફરિયાદો કરવા છતાં કોઈ કામગીરી હાથ ન ધરાતા આખરે ના છૂટકે સિહોરના જાગૃત નાગરિક હરીશભાઈ પવારે સિહોરના પ્રાંત અધિકારી વાળાને લેખિત ફરિયાદ જે જૂના કાયદા ૧૯૭૩ માં સી.આર.પી.સી.૧૩૩ મુજબ કાર્યવાહી કરાતી જે હાલ પ્રથમ દાખલો નોંધાયો છે.


Google NewsGoogle News