Get The App

ભાવનગરના મહિલાનું તબીબની બેદરકારીથી મોત થયાની ફરિયાદ

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
ભાવનગરના મહિલાનું તબીબની બેદરકારીથી મોત થયાની ફરિયાદ 1 - image


- મહિલાનું મૃત્યુ થઈ જવાની જાણ હોવા છતાં તબીબે સારવાર ન આપી

- સૌલ હોસ્પિટલના ડો.જયેશ શુક્લ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ 

ભાવનગર : ભાવનગર શહેરના આનંદનગરના મહિલાનું તબીબની બેદરકારીના કારણે મૃત્યુ નિપજ્યું હોવાની ફરિયાદ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે તબીબ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આ બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા અપ્પુ ટ્રેડર્સ પાછળ રહેતા વિપુલભાઈ મનસુખભાઈ ગોહિલે શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં શહેરના આંબાવાડીમાં રહેતા ડો. જયેશભાઈ ભાલચંદ્રભાઈ શુક્લ (ઉ.વ.૪૬) વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાના પત્ની નિશાબેનને પિતાશયમા પથરી હોય અને તેનુ ઓપરેશન કરાવવાનુ હોય જેથી તા ૩-૮-૨૦૨૩ ના રોજ શહેરના કાળાનાળા, કાળુભા રોડ સૌલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ગઇ તા ૪-૮-૨૦૨૩ ના રોજ સૌલ હોસ્પિટલમાં ડો.જયેશ શુક્લ પાસે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડમાં નિશાબેનનું પિત્તાશયમાં પથરી હોય તેનું ઓપરેશન કરાવેલ હોવા છતા ડો જયેશ શુક્લએ રૂપિયા ૨૦,૦૦૦ લીધેલ અને તા ૦૬ ૦૮ ૨૦૨૩ ના રોજ નિશાબેનને સારવારમાંથી રજા આપેલ ત્યારે ડો. જયેશ શુક્લ તેના સ્ટાફ દ્વારા તેની પાસે રૂપિયા ૧૫,૦૦૦ મંગાવતા જે રૂપિયા આપવાની ના પાડતા ડો.જયેશ શુક્લએ ઉગ્ર થઇ વિપુલભાઈને કહેલ કે રૂપિયા ન આપવા હોય તો હોસ્પિટલમાં ન આવતા તેમ કહેતા બોલાચાલી થયેલ પરંતુ ત્યાર બાદ નિશાબેનનું પેટ ફુલાઇ ગયેલ અને ઓપરેશન દરમ્યાન મુકેલ નોજરમાંથી રસી નીકળતી હોય તેમજ નિશાબેનને ખૂબ જ દુઃખાવો થતો હોવાને કારણે નનીશાબેનને  ફરી વખત સૌલ હોસ્પિટલમાં બતાવવા ગયેલ પરંતુ ડો. જયેશ શુક્લને રૂપિયા આપેલ ન હોય તે બાબતે રાગદ્વેષ રાખી જરૂરી સારવાર અને રિપોર્ટ કરવામાં નહી આવે તો નિશાબેનનું મૃત્યુ થઇ શકે છે. તેવું જાણતા હોવા છતા નિષ્કાળજી દાખવી જાણી જોઈને નિશાબેનને તપાસેલ નહી કે કોઇ રિપોર્ટ કરાવેલ નહી કે અન્ય કોઇ જરૂરી સારવાર નહી આપતા તા. ૧૨-૦૮-૨૦૨૩ ના રોજ નિશાબેનની તબિયત બગડતા તેને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ અને કલાક ૧૨.૪૯ કલાકે મોત નીપજ્યું હતું. આ અંગે ડોકટરની ગંભીર બેદરકારીના કારણે નિશાબેનનું મોત થયું હોવાની ફરિયાદ વિપુલભાઈએ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૦૪ મુજબ ડા. જયેશ શુક્લ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ કરી છે.


Google NewsGoogle News