Get The App

મેંદરડામાં સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરનાર 12 શખ્સો સામે ફરિયાદ દાખલ

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
મેંદરડામાં સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરનાર 12 શખ્સો સામે ફરિયાદ દાખલ 1 - image


સાત લાખનો સરકારી અનાજનો જથ્થો રાજ્યસાત

ઉના, તાલાલા તથા સુત્રાપાડા તાલુકા ખાતેથી પણ જપ્ત કરાયેલ ૫.૫૧ લાખનો સરકારી અનાજનો જથ્થો રાજ્યસાત

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં માફીયાઓ સામે લાલ આંખ કરાઇ છે. ગીર સોમનાથ જિલ્લાનો સરકારી અનાજનો જથ્થો જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે સંગ્રહ કરવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૧૨ ઇસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે તેમજ રકમ રૂા. ૭ લાખનો સરકારી અનાજનો જથ્થો રાજ્યસાત કરાયો છે તથા ઉના, તાલાલા અને સુત્રાપાડા તાલુકામાંથી જપ્ત કરવામાં આવેલ ૫.૫૧ લાખનો સરકારી અનાજનો જથ્થો પણ રાજ્યસાત કરાયો છે.

ગીર સોમનાથ જિલ્લાના અલગ-અલગ ગામો માંથી સરકારી રાશનનો જથ્થો એકત્ર કરી ગીર સોમનાથ જિલ્લાની હદ બહાર મેંદરડા ખાતે આ જથ્થાનો સંગ્રહ કરતા હોવાની પ્રવૃત્તી સામે જિલ્લા પૂરવઠા અધિકારી, ગીર સોમનાથ દ્વારા બાતમી આધારે રેડ કરવામાં આવેલ હતી અને અંદાજીત રકમ રૂા.૧૦,૪૬,૫૪૪/- નો સરકારી અનાજ / કઠોળનો જથ્થો જપ્ત કરવામાં આવેલ.

આ ઉપરાંત ઉના શહેર, તાલાલા તાલુકાના આંકોલવાડી તથા સુત્રાપાડા તાલુકાના સીંગસર ગામ ખાતેથી સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા ઇસમોને અટકાયત કરી રકમ રૂા.૫,૫૧,૦૨૪/- નો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો, ત્યાર બાદ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની કોર્ટમાં આ કેસ સાથે સંકળાયેલા અનાજ માફીયાઓ સામે ધોરણસરનો કેસ ચલાવવામાં આવેલ.

આ કેસમાં સંકળાયેલા કુલ-૧૩ જેટલા અનાજ માફીયાઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવા તથા તપાસણી દરમ્યાન સીઝ કરવામાં આવેલ રકમ રૂા.૧૨,૫૬,૦૧૮/- નો સરકારી અનાજનો જથ્થો રાજયસાત કરી દેવા આદેશ કલેક્ટર દ્વારા ફરમાવવામાં આવેલ છે.


Google NewsGoogle News