Get The App

વેરાવળ-ગાંધીગ્રામ, જૂનાગઢ-રાજકોટ વચ્ચે પરિક્રમા સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
વેરાવળ-ગાંધીગ્રામ, જૂનાગઢ-રાજકોટ વચ્ચે પરિક્રમા સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ 1 - image


- જૂનાગઢમાં લીલી પરિક્રમા અંતર્ગત એક અઠવાડિયા માટે 

- વેરાવળથી ગાંધીગ્રામ જતી ટ્રેન બોટાદ, ધંધુકા, ધોળકા અને ગાંધીગ્રામથી વેરાવળ જતી ટ્રેન ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, લાઠી, ચિતલ ઊભી રહેશે

ભાવનગર : જૂનાગઢમાં લીલી પરિક્રમા દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.   

ટ્રેન નંબર ૦૯૫૫૬ વેરાવળ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી રાત્રે ૨૧.૨૦ કલાકે ઉપડે છે અને બીજા દિવસે સવારે ૮ કલાકે ગાંધીગ્રામ પહોંચે છે. આ ટ્રેન તેના રૂટમાં માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશનો પર ઉભી રહે છે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ છે. આ ટ્રેનના જનરલ કોચ અને એસએલઆરડી કોચ અનરિઝર્વ્ડ તરીકે ચાલે છે, જેની ટિકિટ યુટીએસ કાઉન્ટર પરથી મળે છે અને નિયમાનુસાર આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થાય છે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ દરરોજ તા. ૮-૧૧થી ચાલી રહી છે અને તા. ૧૮-૧૧ સુધી ચાલશે.

ટ્રેન નંબર ૦૯૫૫૫ ગાંધીગ્રામ-વેરાવળ વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી સવારે ૧૦.૧૦ વાગ્યે ઉપડે છે અને તે જ દિવસે સાંજે ૧૭.૪૦ વાગ્યે વેરાવળ પહોંચે છે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહે છે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ છે. આ ટ્રેનના જનરલ કોચ અને એસએલઆરડી કોચ અનરિઝર્વ્ડ તરીકે ચાલે છે. જેની ટિકિટ યુટીએસ કાઉન્ટર પરથી મળે છે. નિયમાનુસાર આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થાય છે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ દરરોજ તા. ૯-૧૧થી ચાલી રહી છે અને તા. ૧૯-૧૧ સુધી ચાલશે.

 આ ઉપરાંત, ટ્રેન નંબર ૦૯૫૭૯ રાજકોટ-જૂનાગઢ વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે ૧૦.૫૫ વાગ્યે ઉપડે છે અને બપોરે ૧૩.૦૦ વાગ્યે જૂનાગઢ પહોંચે છે. એ જ રીતે, ટ્રેન નંબર ૦૯૫૮૦ જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી ૧૩.૪૦ કલાકે ઉપડે છે અને ૧૭.૦૫ કલાકે રાજકોટ પહોંચે છે. ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહે છે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેનો તરીકે ચાલી રહી છે અને નિયમાનુસાર આ સ્પેશલ ટ્રેનોમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થાય છે. ઉપરોક્ત બંને ટ્રેનો તેમના નિર્ધારિત સમય મુજબ તા. ૮-૧૧થી ચાલી રહી છે અને તા. ૧૮-૧૧ સુધી દરરોજ દોડશે. 


Google NewsGoogle News