Get The App

તળાજા પંથકના જૂના શોભાવડ ગામે બે જૂથ વચ્ચે સશ ધીંગાણું

Updated: May 13th, 2024


Google NewsGoogle News
તળાજા પંથકના જૂના શોભાવડ ગામે બે જૂથ વચ્ચે સશ ધીંગાણું 1 - image


- જૂની કામરોલ ગામેથી ટ્રેક્ટરમાં કડબ નાખવા શોભાવડ ગયા ત્યારે ગીતો વગાડવા બાબતે બોલાચાલી થતાં 

- બંને પક્ષે ગંભીર ઈજા : તળાજા પોલીસમાં ક્રોસ ફરિયાદ : જૂના શોભાવડના 11 અને જૂની કામરોલના 11 સહિત 22 વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ 

ભાવનગર : તળાજા પંથકના જૂના શોભાવડ ગામે ટ્રેકટરમાં ગીતો વગાડવા બાબતે બે પક્ષ વચ્ચે બોલા ચાલી થઈ હતી.આ મામલો બિચકતા બે પક્ષ હથિયારો સાથે આમને-સામને આવી જતા સશ અથડામણ થઈ હતી. જેમાં બંને પક્ષના વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે જૂના શોભાવડના ૧૧ અને જૂની કામરોલના ૧૧ સહિત કુલ ૨૨ શખ્સ વિરૂદ્ધ હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર તળાજા પંથકના જૂની કામરોળ ગામે રહેતા હરપાલસિંહ પ્રવિણસિંહ સરવૈયાએ તળાજા પોલીસ મથકમાં તળાજા પંથકના જૂના શોભાવડ ગામના દર્શનભાઈ, અંકિતભાઈ, સંતોષભાઈ, ગોપાલભાઈ, અનિલભાઈ, ધનાભાઈ, દેવાભાઈ, વિપુલભાઈ, ગોબરભાઈ જીણાભાઈ ચોસલા, હિમ્મતભાઈ જેસાભાઈ, જીણાભાઈ ટેમ્પાવાળા સહિત ૧૧ વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી હરપાલસિંહ તથા તેમના ભાગીયા શક્તિભાઈ બંન્ને ટ્રેકટર લઇને શોભાવડ ગામે કડબ નાખવા માટે ગયા હતા. અને ત્યાંથી પરત આવતા હતા તે વેળાએ બીલાલભાઈની દુકાન પાસે પાન માવો ખાવા ઉભા રહ્યા હતા. તે વખતે શોભાવડ ગામના દર્શનભાઇ તથા અંકિતભાઈએ શક્તિભાઈને ટ્રેક્ટરમાં ગીતો નહીં વગાડવાનુ કહી ગાળ આપી થપાટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા દરમિયાનમાં હરપાલસિંહ વચ્ચે પડતા દર્શન તથા અંકિતએ ગાળો આપવા લાગ્યા હતા. હરપાલસિંહે ગાળો આપવાની ના પડતા દર્શન ઘરમાંથી લાકડી વડે વાસામાં તથા ડાબા હાથ જમણા પગના ભાગે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. અને શક્તિભાઈએ હરપાલસિંહના ભાઈ સિદ્ધરાજસિંહને ફોન કરી બનાવની વાત કરતા સિદ્ધરાજસિંહ તથા દશરથસિંહ સહદેવસિંહ તથા પૃથ્વીરાજસિંહ મહેન્દ્રસિંહ તથા ચેતનસિંહ પ્રદ્યુમ્નસિંહ તથા મયુરસિંહ પ્રદ્યુમ્નસિંહ તથા કુલદિપસિંહ ઘોધુભા તથા યુવરાજસિંહ તથા કાનભા મહેન્દ્રસિંહ તથા લકીરાજસિંહ નોંધુભા એમ બધા અલગ-અલગ મોટર સાયકલ લઈને સ્થળ પર આવી ગયા હતા. અને દર્શનભાઈ અને અંકીતભાઈએ પણ તેના નાતના માણસોને અવાજ દઇ બોલાવતા સંતોષભાઇ, ગોપાલભાઈ, અનિલભાઈ, ધનાભાઈ, દેવાભાઈ, વિપુલભાઈ આમ નામ દઈ સાદ પાડી બોલાવતા ત્યાં શેરીમાંથી આઠથી દસ શખ્સો હાથમાં લાકડીઓ તથા પાઈપો તથા ધારીયા, તલવાર જેવા હથીયારો લઇ આવી જતા જેમાં એક ગોબરભાઈ જીણાભાઈ ચોસલા તથા હિંમતભાઈ જેસાભાઈ, જીણાભાઈ ટેમ્પાવાળા પણ તેના હાથમા લાકડી તથા પાઈપો લઈ આવી જતા હરપાલસિંહ સહિતના શખ્સો ત્યાથી ભાગવા લાગ્યા હતા પરંતુ હરપાલસિંહને કોઈએ પાછળથી લાકડીના વાસામા ભાગે બે ત્રણ ઘા મારી મુંઢ ઇજા પહોંચાડી તથા દશરથસિંહને તીક્ષ્ણ હથીયારથી માથાના ભાગે તથા પીઠ ના ભાગે લાકડીઓથી ગંભીર ઈજા પહોંચાડી તથા પૃથ્વીસિંહ તથા શક્તિભાઈને માથાના ભાગે તથા વાસાના ભાગે છુટા ઇટ તથા પથ્થરના ઘા કરી તથા લાકડી, પાઈપ જેવા હથીયારોથી જીવલેણ હુમલો કરી મારી નાખવાની કોશીષ કરી હોવાની ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે ૧૧ શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૭ અને જીપી એક્ટની કલમ ૧૩૫ અન્વયે ગુનો દાખલ કર્યો હતો. 

 જ્યારે સામા પક્ષે તળાજા પંથકના જૂના શોભાવડ ગામે રહેતા પરેશભાઈ ભોળાભાઈ ચોહલાએ તળાજા પોલીસ મથકમાં તળાજા પંથકના જૂની કામરોલ ગામના શક્તિભાઈ, હરપાલસિંહ, સિદ્ધરાજસિંહ, દશરથસિંહ સહદેવસિંહ, પૃથ્વીરાજસિંહ મહેન્દ્રસિંહ, ચેતનસિંહ પ્રદ્યુમ્નસિંહ, મયુરસિંહ પ્રદ્યુમ્નસિંહ, કુલદીપસિંહ ઘોધુભા, યુવરાજસિંહ, કાનભા મહેન્દ્રસિંહ, લકીરાજસિંહ નોંધુભા સહિત ૧૧ વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પરેશભાઈના ગામમાં કામરોળ ગામના સિદ્ધરાજસિંહનુ ટ્રેક્ટર અવાર-નવાર ગીતો વગાડતા નીકળતુ હોય અને ગઈ કાલે રાત્રે પણ સિદ્ધરાજસિંહના ભાઈ હરપાલસિંહ તથા તેમના ડ્રાયવર શક્તિભાઈ ટ્રેક્ટર લઈ ગીતો વગાડતા આવી શેરી પાસે ઉભા હતા જે બાબતે દર્શનભાઈ સાજણભાઈ ચોહલા તથા અંકિતભાઈ ગોબરભાઈ ચોહલાએ ટ્રેક્ટર ચાલક શક્તિભાઈને ગીતો નહીં વગાડવા ઠપકો આપતાં જે બાબતે દર્શનભાઈ અને અંકિતભાઈને ટ્રેક્ટર ચાલક શક્તિભાઈ તથા તેની સાથે આવેલ હરપાલસિંહ સાથે બોલાચાલી તથા મારામારી થતા કામરોળ ગામના શક્તિભાઈએ સિદ્ધરાજસિંહને ફોન કરી બોલાવતા સિદ્ધરાજસિંહ લાકડી, ધારીયા, તલવાર, પાઇપો જેવા હથીયાર સાથે લાવી સિદ્ધરાજસિંહ તથા દશરથસિંહ સહદેવસિંહ તથા પૃથ્વીરાજસિંહ મહેન્દ્રસિંહ તથા ચેતનસિંહ પ્રદ્યુમ્નસિંહ તથા મયુરસિંહ પ્રદ્યુમ્નસિંહ તથા કુલદિપસિંહ ઘોધુભા તથા યુવરાજસિંહ તથા કાનભા મહેન્દ્રસિંહ તથા લકીરાજસિંહ નોંધુભા વગેરેએ સાહેદ તથા ફરિયાદીને સાદ પાડી બોલાવતા કામરોળ ગામના સિદ્ધરાજસિંહ તથા તેમના ભાઈઓ દ્વારા ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી ફરિયાદી પરેશભાઈ તથા સાહેદો પર જાનથી મારી નાખવાના ઇરાદાથી આડેધડ લાકડી પાઈપ તથા ઇંટો પથ્થરના સતત છુટા ઘા મારી જાનથી મારી નાખવાની કોશીષ કરી હતી. ધનાભાઇ ચીથરભાઈ ચોસલાને માથાના ભાગે ઇજા પહોંચાડી તથા દેવાભાઈ ભુરાભાઈને કપાળના ભારે તથા નાક ઉપર ઈજા પહોંચાડી અને વિપુલભાઈ ધારાભાઇને છાતીના ભાગે મુંઢ ઈજા પહોંચાડી તથા વિશાલભાઈ રાણાભાઈને કપાળના ભાગે ઈજા પહોંચાડી અને ધીરૂભાઇ પણ ત્યાં છોડાવવા આવતા તેમને ડાબા પગે તથા માથાના ભાગે ઇજાઓ પહોંચાડી અને જેસાભાઈ પણ ત્યાં છોડાવવા આવતા તેમને પણ ડાબા પગમાં ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ૧૧ શખ્સ વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૦૭, ૩૨૩, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને જીપી એક્ટની કલમ ૧૩૫ અન્વયે ગુનો દાખલ કર્યો હતો. 



Google NewsGoogle News