સોની બજારમાં સતત બીજા દિવસે ત્રણ પેઢીમાં CGSTની તપાસ

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
સોની બજારમાં સતત બીજા દિવસે ત્રણ પેઢીમાં CGSTની તપાસ 1 - image


તહેવાર ટાણે જ સર્ચ અભિયાનથી સોની વેપારીઓમાં ફફડાટઃ સોમવારે વધુ કેટલાક ઝપટે ચડે તેવા અણસાર

રાજકોટ: રાજકોટના સોની બજારમાંથી સેન્ટ્રલ જીએસટીએ પકડેલું રૂા. ૧૪૬૭ કરોડનું બોગસ બીલીંગ કૌભાંડમાં ગઇકાલે સાંજે સોની બજારની ત્રણ પેઢીમાં જીએસટીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તે આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે.સોમવારે આ કૌભાંડમાં વધુ કેટલાક વેપારીઓ ઉપર દરોડા પડે તેવા સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે.

સોની બજારના સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ સેન્ટ્રલ જીએસટીની ડીજીજીઆઈની ટીમ દ્વારા જૂની ગધીવાડ, ભૂપેન્દ્ર રોડ અને પેલેસ રોડ ઉપર આવેલી ત્રણ પેઢીમાં ગઇકાલે સાંજથી તપાસ હાથ  ધરવામાં આવી છે જે આજે બીજા દિવસે પણ યથાવત રહેતા જીએસટીની ટીમને કેટલાક બિનહિસાબી સાહિત્ય મળ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. તહેવાર ટાંણે જ સોની બજારમાં જીએસટીની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. 

સોની બજારમાં સાકાર કોમ્પ્લેક્સમાં આવેલી આસ્થા ટ્રેડીંગમાંથી રૂા. ૧૪૬૭ કરોડના બોગસ બિલીંગ કૌભાંડ પકડાયેું છે. આસ્થા ટ્રેડીંગ પેઢીના માલિક હિતેશ લોઢીયાએ પોતે બોગસ ૧૫ પેઢી બનાવી હતી અને તેના ૪૮ પેઢીઓ સાથેના નાણાકીય વ્યવહાર ખુલ્યા હતા. આ કૌભાંડ સંદર્ભે સોની બજારના કેટલાક વેપારીઓ ઝપટે ચડી ગયા છે અન આગામી સોમવારે હજુ અન્ય કેટલાક વેપારીઓને ત્યાં જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

રૂા. ૧૪૬૭ કરોડના બોગસ બિલીંગ કાાંડનો આંકડો વધવાના પણ સંકેત પણ મળી રહ્યા છે. અત્યાર સુધીમાં સેન્ટ્રલ જીએસટીની રૂા. ૪૪ કરોડની કરચોરી ખૂલવા  પામી છે અને તેમાં હવે કેટલાક વેપારીઓનો ઉમેરો થતાં કરચોરીનો આંક પણ ૧૦૦ કરોડની આસપાસ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News