પ્રેમ પ્રકરણમાં સમાધાન માટે બોલાવી છરી વડે હુમલો, યુવાન સહિત બે ઘાયલ

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
પ્રેમ પ્રકરણમાં સમાધાન માટે બોલાવી છરી વડે હુમલો, યુવાન સહિત બે ઘાયલ 1 - image


મોરબીના ઘૂંટુ ગામ નજીક હુમલાના બે બનાવ

જૂની અદાવતનો ખાર રાખી યુવાનને મારકૂટ

મોરબી :  મોરબીના ઘંૂટુ ગામ નજીક કારખાનાના ગેટ પાસે યુવાનને પ્રેમ પ્રકરણ બાબતેના સમાધાન માટે બોલાવી મહિલાઓ સહિતના ચાર ઇસમોએ હુમલો કરી છરીનો ઘા ઝીકતા બચાવવા વચ્ચે પડેલા યુવાન સહિત બેને ઇજા પહોંચી હતી. ઘૂંટુ ગામ નજીક જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને મારકૂટ કરાઇ હતી.

મૂળ સાયલા તાલુકાના લીંબાળા ગામના વતની અને હાલ ઘૂટું ગામની સીમમાં લાયકોસ બાથવેર કારખાનામાં રહીને મજુરી કરતા નીલેશ નાજાભાઈ પંચાલ (ઉ.વ.૨૪)એ આરોપીઓ વિનુબેન શનાભાઈ સોલંકી (રહે ગાંધીધામ), રાહુલ મોતીભાઈ ડાભી (રહે અમદાવાદ), હસમુખ શીવાભાઈ પરમાર (રહે લાયકોસ બાથવેર કારખાના) અને અશ્વિન શનાભાઈ સોલંકી (રહે ગાંધીધામ)એમ ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે વિનુબેન સોલંકીની દીકરી સાથે નીલેશ પંચાલને મનમેળ હોય અને તે વાતની જાણ થતા સમાધાન કરવા માટે કારખાનાના ગેટ પાસે યુવાનને બોલાવ્યો હતો. જ્યાં આરોપીઓ યુવાનને મારવા જતા અરુણા ઉર્ફે કિંજલ અને સાગર ઉર્ફે રાહુલ વચ્ચે પડતા આરોપીઓએ સાગર ઉર્ફે રાહુલને છરીનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી  હતી તથા તેમજ માર માર્યો હતો.મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે 

મોરબીના જીના ઘૂંટુ રોડ પર આંદરણા ગામના રહેવાસી જયેશકુમાર ભોજાભાઈ પરમાર (ઉ.વ.૩૧)ઉભા હતા ત્યારે ઉપર જૂના ઝગડાના ખારમાં આરોપીઓ હરજી ભારાભાઇ રાતડીયા, મસા હિન્દુભાઇ રાતડીયા, કાનાભાઈ જસાભાઈ રાતડીયા અને ધમાભાઇ પોપટભાઈ રાતડીયાએ બોલેરો ગાડીમાં આવી યુવાનને ધોકા વડે મારવા લાગ્યા અને તને બહુ હવા આવી ગઈ છે કહીને ગાળો બોલી તૂટી પડયા હતા. જે મારામારીમાં યુવાનને ઈજા પહોંચી હતી. અને બીજી વાર માથાકૂટ કરી તો મારી નાખશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. 


Google NewsGoogle News