માલ - સામાનના બાકી પૈસા મામલે યુવાન પર વેપારી પિતા - પુત્રનો હુમલો
જામનગરના ત્રણ દરવાજા પાસે હુમલો, ધમકીના બે બનાવ
સામાજિક કાર્યકરને 'તારા સીન- સપાટા બંધ કરી દેજે' કહી છરીની અણીએ શખ્સ દ્વારા ધમકી
જામનગર નજીક હાપા યાર્ડ વિસ્તારમાં રહેતા અને મોટર રીપેરીંગ
નું કામ કરતા વિજય નરેન્દ્ર ભાઈ છત્રાલિયા નામના ૩૩ વર્ષના યુવાને પોતાના ઉપર
પ્લાસ્ટિકની પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે જામનગરના વેપારી દિવ્યરાજભાઈ
અલ્પેશભાઈ ધકાણ અને તેના પિતા અલ્પેશભાઈ મહાજન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી
યુવાન અવારનવાર આરોપીઓ ની દુકાનેથી માલ સામાનની ખરીદી કરતો હોઇ અને માલ સામાન ના
પૈસા ચૂકવવાના બાકી હોવાથી કારીગર યુવાનને દુકાને બોલાવ્યો હતો, જ્યાં પૈસાની
લેતી દેતી ના મામલે તકરાર કર્યા પછી પિતા પુત્રએ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર
થયું છે.
જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર વિશાલ
કિશોરભાઈ લાખાણી ત્રણ દરવાજા પાસે ઉભો હતો, જે દરમિયાન સાધના
કોલોનીમાં રહેતો મનીષ ગજુભાઇ શર્મા
પોતાનું બાઈક લઈને ધસી આવ્યો હતો,
અને તું બહુ સીન સપાટા કરે છે,
તારા સીન સપાટા વીંખી નાખવા છે. તેમ કહી છરીની અણીએ પતાવી દેવાની ધમકી અપાતા
ફરિયાદ નોંધાવાઇ છે.