વૃદ્ધો અને અશક્ત વ્યક્તિઓ માટે હાઉસ ક્લીનિંગ રોબોટનું નિર્માણ કર્યું
- જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિ.ના મિકેનિકલના વિદ્યાર્થીઓએ
- 12 વોલ્ટની બેટરીથી ચાલતો આ રોબોટ કચરા-પોતા કરી આપે છે : મોબાઇલથી તેને ઓપરેટ કરી શકાય છે
આજના યુગમાં જ્યારે વૃદ્ધો અને અશક્ત વ્યક્તિઓને ઘરની સાફ-સફાઈ કરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે કમરના અને સ્નાયુઓના દુખાવાને કારણે એ લોકો સરખી રીતે ઘરની સાફ-સફાઈ કરી શકતા નથી.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જ્ઞાાનમંજરી ઇનોવેટિવ યુનિવસટીના મિકેનિકલ વિભાગના વિદ્યાર્થીઓ ચૌહાણ પરમ, વિરમગામી દેવાંશ, પરમાર પ્રતિપાલ, રાઠોડ હર્ષ, મોરી જય એ પ્રોફેસર હાદક કુવરાણીનાં માર્ગદર્શનથી હાલની લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ હાઉસ ક્લીનિંગ રોબોટનું નિર્માણ કર્યું છે.
આ હાઉસ ક્લીનીંગ રોબોટ વિશે વિશેષ માહિતી આપતા મિકેનિકલના હેડ દીપકકુમાર જાનીએ જણાવ્યું હતું કે, આ રોબોટને મોબાઈલ ફોનની એપથી ઓપરેટ કરી શકાય છે. આ રોબોટ મોશન સેન્સરથી સજ્જ છે એટલે કોઈ પણ વસ્તુ સાથે ટકરાશે નહીં. આ રોબર્ટમાં છઇઘેંૈંર્શં સકટ અને બ્લુટુથ સકટમાં ઓપરેશન માટે પ્રોગ્રામિંગ કરવામાં આવેલું છે અને તેમાં ક્લીનિંગ માટે વેક્યુમ ક્લીનર અને મોપનું એટેચમેન્ટ આપેલું છે. આ રોબોટને ૧૨ વોલ્ટની બેટરીથી ચલાવી શકાય છે. ભવિષ્યમાં આ રોબોટને સોલારથી પણ ચલાવી શકાય છે અને જરૂરિયાત પ્રમાણે રોબોટની સાઈઝમાં પણ ફેરફાર કરી શકાય છે. આ રોબોટનું ઓપરેશન અને વકગ એકદમ સરળ રાખવામાં આવ્યું છે જેથી વૃદ્ધો આસાનીથી ઓપરેટ કરી શકે છે. આ રોબોટને અંદાજીત ૩૫૦૦ રૂપિયામા બનાવી શકાય છે જે બહાર મળતા હાઉસ ક્લીનીંગ રોબોટના ખર્ચ કરતા ખુબ જ ઓછો છે અને તેને સરળતાથી રીપેર પણ કરાવી શકાય છે.