ધંધુકા તાલુકા પંચાયતનું બજેટ સર્વાનુંમતે મંજૂર
- બજેટમાં સર્વાંગી વિકાસના ઉદ્દેશ્યોને લક્ષમાં રખાયા
- સામાન્ય સભામાં વર્ષ 2023-24 માટેનું સુધારેલું અને વર્ષ 2024-25 નું અસલ અંદાજપત્ર રજૂ
ધંધુકા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ દ્વારા સન ૨૦૨૩-૨૪ના વર્ષ માટેનું સુધારેલું અને સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટેનું અસલ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જે રૂ. ૪૨.૬૯ કરોડ અંદાજવામાં આવ્યું હતું. સ્વભંડોળની મર્યાદિત આવક હોવા છતાં પણ તાલુકાના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્યને લક્ષમાં રાખી જુદી-જુદી પ્રવૃત્તિઓ પાછળ જરુરી જોગવાઈઓ કરવામાં આવી હોવાનું પ્રમુખે જણાવ્યું હતુ. માળખાકિય સુવિધાઓમાં પાણી, વિજળી, આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, સમાજ કલ્યાણ સહિતનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રમુખ દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજપત્રને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા અંદાજપત્ર બેઠકમાં સચિવપદે તાલુકા વિકાસ અધિકારી અને નાયબ હિસાબનીશ હાજર રહ્યાં હતા.