Get The App

બોટાદ: રાણપુર રેલવે સ્ટેશનમાં ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મનું લોકાર્પણ

Updated: Sep 6th, 2019


Google NewsGoogle News
બોટાદ: રાણપુર રેલવે સ્ટેશનમાં ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મનું લોકાર્પણ 1 - image


ભાવનગર, તા. 06 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

ભાવનગર રેલવેના પાંચ સ્ટેશન ખાતે બેઠક વ્યવસ્થા, કવરશેડ અને રાણપુર રેલવે સ્ટેશનમાં ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાવામાં આવ્યો હતો. ભાવનગર રેલવે ડિવિઝનના સુરેન્દ્રનગર ગેટ, ચુડા, જોરાવરનગર, રાણપુર અને લીંબડી રેલવે સ્ટેશન ખાતે યાત્રિકોની સુવિધા માટે બેઠક વ્યવસથાની સાથે કવરશેડ બનાવી તેનું તાજેતરમાં લોકાર્પણ કરાયું હતું.

આ ઉપરાંત રાણપુર, સુરેન્દ્રનગર ગેટ અને જોરાવરનગર સ્ટેશન ખાતે નવા વિસ્તૃત તેમજ નવા અપગ્રેડ પ્લેટફોર્મ તથા રાણપુર રેલવે સ્ટેશનનું બીજું નવું ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર ગેટ રેલવે સ્ટેશનમાં રેલવેના અધિકારી, રાજકીય આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News