ભાવનગર-બાંદ્રા વચ્ચે દોડનારી સાપ્તાહિક ટ્રેનનું કાલથી બુકીંગ

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
ભાવનગર-બાંદ્રા વચ્ચે દોડનારી સાપ્તાહિક ટ્રેનનું કાલથી બુકીંગ 1 - image


- દર ગુરૂવારે ભાવનગરથી અને દર શુક્રવારે મુંબઈથી પ્રસ્થાન કરશે 

- આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ થોભશે

ભાવનગર : યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા ભાવનગર ટમનસ અને બાંદ્રા ટમનસ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ભાવનગર-બાંદ્રા વચ્ચે દોડનારી સાપ્તાહિક ટ્રેનનું તા.૧-૧૧થી બુકીંગ શરૂ થશે.

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ આ ટ્રેન ભાવનગર ટમનસ સ્ટેશનથી દર ગુરુવારે ૧૪.૫૦ કલાકે ઉપડશે. આ ટ્રેનને ૦૯ નવેમ્બર, ૨૦૨૩ થી ૨૮ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ટ્રેન નંબર ૦૯૨૦૮ ભાવનગર - બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટમનસથી દર ગુરુવારે ૧૪.૫૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૬.૦૦ કલાકે બાંદ્રા ટમનસ પહોંચશે. આ ટ્રેન ૦૯ નવેમ્બર, ૨૦૨૩ થી ૨૮ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૨૦૭ બાંદ્રા ટમનસ - ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે બાંદ્રા ટમનસથી ૦૯.૧૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૨૩.૪૫ કલાકે ભાવનગર ટમનસ પહોંચશે. 

આ ટ્રેન ૧૦ નવેમ્બર, ૨૦૨૩ થી ૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહે છે. આ ટ્રેનમાં એસી ૨ ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે. ટ્રેન નંબર ૦૯૨૦૮ અને ૦૯૨૦૭ માટે બુકિંગ ૦૧.૧૧.૨૦૨૩ (બુધવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.


Google NewsGoogle News