સાંકડાસર નજીક બોલેરો પીકઅપ અને બાઈક અથડાતાં યુવાનનું મોત

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
સાંકડાસર નજીક બોલેરો પીકઅપ અને બાઈક અથડાતાં યુવાનનું મોત 1 - image


- માથાના ભાગે ગંભીર ઈજા થતાં યુવાનને અમદાવાદની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો

- ત્રણે યુવાનો સેન્ટીંગની કામગીરી પૂર્ણ કરી મોટરસાયકલ પર ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : તળાજાના તરસરા ગામે રહેતા ત્રણ યુવાનો સાંકડાસરના પાટીયા પાસે સેન્ટીંગની કામગીરી પૂર્ણ કરી મોટર સાયકલ પર ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન સાંકડા સરના પાટિયા પાસે આવેલ નાળા પાસે બોલેરો પીકઅપ વાહન એ લીધા હતા મોટર સાયકલ પર જઈ રહેલા ત્રણેય યુવાનોને ઈજા ગ્રસ્ત હાલતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ તળાજાના તરસરા ગામે રહેતા અશ્વિનભાઈ ભટુભાઈ ચૌહાણ એ તળાજા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,અશ્વિનભાઈ તથા ભગવાનભાઈ બધા ભાઈ ભાલીયા અને સંમિતભાઈ મુકેશભાઈ સોલંકી કામ કરતા હોય સાંકડાસર ૧ નાં પાટીયા પાસે સેન્ટીંગની કામગીરી પૂર્ણ કરી ત્રણેય મોટરસાયકલ નંબર જીજે ૦૪ ડીએચ ૨૯૫૦ લઈને ઘર તરફ આવતા હતા તે દરમિયાન સાંકડાસરના પાટીયા પાસે બોલેરો પીકઅપ વાહનના ચાલકે પોતાનું વાહન બે ફિકરાયથી અને પૂર ઝડપે ચલાવી મોટરસાયકલ સાથે ધડાકાભૈર અથડાયું હતું. અકસ્માત સર્જાતાની સાથે જ મોટરસાયકલ પર જઈ રહેલા અને વ્યક્તિઓને ગંભીર પણ ઈજા થઈ હતી ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભગવાન ભાઈની સ્થિતિ વધુ ગંભીર બનતા અમદાવાદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ બનાવવા અંગે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


Google NewsGoogle News