mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બોલેરોએ ડબલ સવારી બાઇકને ઉડાડયુંઃ યુવાનનું મોત, એક ઘાયલ

Updated: Jun 2nd, 2024

બોલેરોએ ડબલ સવારી બાઇકને ઉડાડયુંઃ યુવાનનું મોત, એક ઘાયલ 1 - image


જામનગર - ખંભાળીયા હાઇ-વે પર મેધપર નજીક

ટંકારાના લજાઇ નજીક કારની ઠોકરે બાઇક ચાલકનું મોત

જામનગર, મોરબી :  જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર મેઘપર ગામના પાટીયા પાસે બોલેરો પીકપવેન અને ડબલ સવારી બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે બીજો યુવાન ઘાયલ થયો છે. પોલીસે બોલેરો ના ચાલક સામે ગુનો નોંધ્યો છે. ટંકારાના લજાઈ નજીક  ડબલ સવારી બાઈકમાં બે યુવાન જતા હતો. ત્યારે કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો અને બાઈકને ઠોકર મારી પછાડી દેતા યુવાનનું મોત થયું હતું.

આ બનાવની વિગત એવી છે કે મૂળ સાબરકાંઠા જિલ્લાનો વતની અને હાલ મોટી ખાવડી વિસ્તારમાં રહી ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો અશોકભાઈ સુકાજી ગામેતી (ઉ.વ.૨૩) પોતાના બાઈકમાં હિતેશ દેવાભાઈ પટેલ (ઉ.વ. ૩૦)ને બેસાડીને જામનગર-ખંભાળિયા હાઇવે રોડ પર મેઘપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.

તે દરમિયાન સામેથી આવી રહેલા એક બોલેરો પીકપ વેન ના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અશોકભાઈ ગામેતીને ફ્રેકચર સહિતની ઈજા થઈ હતી, જ્યારે હિતેશ દેવાભાઈ પટેલને ગંભીર ઇજ થવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મેઘપર પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે.

મોરબીના પરષોતમ ચોકમાં રહેતા મીનાબેન દિનેશભાઈ રાઠોડે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પુત્ર આનંદ તેનું બાઈક મનીષ સાથે ટંકારાના લજાઈ નજીક હોનેસ્ટ હોટેલ પાસેથી જતો હતો. ત્યારે અજાણ્યા કાર ચાલકે કાર પુરઝડપે ચલાવી બાઈકને પાછળથી ઠોકર મારી હતી. જે અકસ્માતમાં ફરિયાદીના પુત્ર આનંદ રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું તો તેની સાથે રહેલ. મનીષભાઈને માથામાં અને પગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો. જે બનાવ મામલે ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે

Gujarat