Get The App

પોરબંદર નજીકના રાણાવાડોત્રા ગામેથી બોગસ તબીબ ઝડપાયો

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
પોરબંદર નજીકના રાણાવાડોત્રા ગામેથી બોગસ તબીબ ઝડપાયો 1 - image


મૂખ્ય બજારમાં દવાખાનું શરૂ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં

મૂળ રાણાવાવના પ્રૌઢે કોઈ ડિગ્રી વગર શરૂ કર્યું હતું દવાખાનું ઃ દવા, સાદનો સહિત ૬૧ હજારનો મુદામાલ કબજે

પોરબંદર: પોરબંદર જિલ્લામાં છેલ્લા છ મહિનામાં છ જેટલા ડીગ્રી વગરના ડોકટરો પકડાઈ ચૂક્યા છે. જેમાં વધુ એક ઉમેરો થયો છે. અને રાણાવાડોત્રા ગામેથી વધુ એક બોગસ ડોકટરને પકડવામાં એસ.ઓ.જી.ને સફળતા મળી છે.

બાતમી મળેલ કે રાણા વાડોત્રા મેઈન બજાર પાસે વસંતભાઈ મોહનભાઈ પાણખાણીયા (ઉ.વ.૫૧) (રહે, વાડોત્રા ગામ, મેઈનબજાર પાસે તા. રાણાવાવ, જિ. પોરબંદર મૂળ ગામ રાણાવાવ હોળી ચકલા જિ. પોરબંદર) કોઈપણ જાતની લાયકાત વગર ડોકટર તરીકે મેડિકલ પ્રેકટીસ કરી દવાઓ આપે છે જેથી તેના કબ્જામાંથી અલગ અલગ જાતની કેપ્સૂલ તથા ઈન્જેકશનો વગેરે દવાઓ તથા મેડિકલ તપાસણીના સાધનો મળી કુલ કિંમત રૂપિયા ૬૧,૨૫૬ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી ઈન્ચાર્જ પી.ાઈ. પી.ડી. જાદવ, તથા સ્ટાફે હાથ ધરી હતી.


Google NewsGoogle News