વૃક્ષ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં પરિણીતાની લાશ મળી : હત્યાનો આક્ષેપ
- જસદણનાં બેલડા ગામે ચકચારી ઘટના, ફોરેન્સિક પોસ્ટમોર્ટમની તજવીજ
- પતિ સાથે ચાલતા ગૃહકંકાશથી કંટાળીને પત્નીએ આપઘાત કર્યાની સાસરીયાની કેફિયતને ખોટી ગણાવીને પીયર પક્ષ મેદાને, પોલીસ તપાસ શરૂ
-'જે ઝાડ પરથીલાશ મળી ત્યાં મારી દીકરી ચડી જ ન શકે, હત્યા કરીને લાશ લટકાવી દીધી છે' ઃ પિતાએ દર્શાવેલી આશંકા
જસદણ: જસદના બેલડા ગામની૨૪ વર્ષીય પરિણીતાની લાશ તેની જ વાડીના ઝાડ ઉપર લટકતી મળતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવમાં સાસરીયાના કહેવા મુજબ, બપોરે તેણીએ ગૃહકંકાશનાં કારણે પોતાની જાતે જ ઝાડમાં લટકી જઈ આપઘાત કરી લીધો હતો. જો કે બીજી તરફ કેરાળા ગામે રહેતાં પિતાએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે, તેમની દિકરીએ આપઘાત નથી કર્યો પણ તેની મારીને લાશ ઝાડ પર લટકાવી દેવામાં આવી ચે. જમાઈ સહિતના સાસરિયાનો અનહદ ત્રાસ હતો. આ આક્ષેપોને પગલરેજસદણ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખેસડયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ જસદણના વિંછીયા નજીક આળેલા બેલડા ગામે રહેતી કૈલાસબેન વિશાલભાઈ તલવાડીયાએ વાડીના ઝાડમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયાની જાણ થતાં જસદણ પોલીસે દોડી જઈને ાગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાસરીયાએ આ ઘટના આપઘાતની હોવાનું કહ્યું હતું. પરંતુ કૈલાસબેનના માવતર પક્ષે મૃત્યુ અંગે શંકા દાખવી આ બનાવ હત્યાનો હોવાનો ચોંકાવનારો આક્ષેપકરતાં જસદણ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટેરાજકોટ સિવિલહોસ્પિટલમાં ખસેડયો હતો. મૃત્યુ પામનાર કૈલાસબેનના લગ્ન ૫ વર્ષ પહેલા થયા હતાં. તેને સંતાનમાં બે પુત્ર છે, જેમાં એકની ઉંમર ૨ વર્ષ અને બીજાની સાડા ત્રણ વર્ષ છે. તેણી ચાર બહેન અને બે ભાઈમાં ોટી હતી. તેનો પતિ વિશલ તલાવડીયા ખેત મજુરી કરે છે.
આ બનાવમાં સાસરીયા પક્ષે કહ્યું હતું કે, પતિ પત્નિ વચ્ચે ઘણા સમયથી કલેસ ચાલતો હોવાથી કૈલાસબેને જાતે જ વાડીના ઝાડમાં લટકીને આપઘાત કર્યો છે. જો કે ગઢડાના કેરાળા ગામે રહેતાં મૃતક કૈલાસબેનના પિતા બીજલભાઈ દેકાણીએ આ બનાવ આપઘાતનો નહિપણ હત્યાનો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દિકરી કૈલાસના ૫ વર્ષ પહેલા લગ્ન થયા ત્યારથી જ પતિનો તેણીને ખુબ ત્રાસ હતો. તેણીનો પતિ વિશાલ મોટે ભાગે બહારગામ જ ફરતો રહેતો હતો અને તે વાડીના કામમાં ધ્યાન આપતો જ નહિ તેમજ મારી દિકરી પાસે જ કામ કરાવતો હતો. દિકરીને કરિયાવરમાં આપેલા દાગીના પણ તેણે વેંમચી નાંખ્યા હતાં. દિકરી સાથે માથાકુટ કરીમારકુટ કરતો હોવાની અગાઉ પણ દિકરીએ પીયરમાં ફરિયાદ કરી હતી, પણ સંસાર ન બગડે એટલે તેને સમજાવી દેતા હતાં.
મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું કે, હજુ બુધવારે જ દિકરી કૈલાસે ફોન કરીને કહ્યું કે આ લોકો મને જીવવા નહિ દે, તમે તેડી જાવ. આથી હું તુરંત તેના ગામ બેલડા ગયો હતો. એ વખતે ત્યાંના ૫ થી ૬ જણાએ ભેગા થઈ હવે પછી કોઈ તકલીફનહિ પડે તેવી ખાત્રી આપતાં દિકરીને સમજાવીને સાસરીયામાં જ રહેવાની સમજણ આપી ઘરે જતો રહ્યો હતો.જો કે બીજા દિવસે એટલે કે ગઈકાલે ગુરૂવારે સવારે ખબર પુછવા દિકરીને ફોન જોડતાં તેના સાસરાએ ફોન ઉપાડયો હતો અને બધા વાડીએ જતાં રહ્યા છે તેમ કહ્યું હતું. એ પછી સાંજે ૫ વાગ્યા આસપાસ મને ફોન કરીને કહેલું કે તમારી દિકરીને મજા નથી, તમે બેલડા આવો. જેથી બેલડા જતાં અડધો કલાક સુધી બેસાડીરાખી ખોટી વાતો કરી હતી અને દિકરીને બોટાદ સારવારમાં લઈ ગયા છે તેવી વાત કરી હતી. એ પછી મને કહેલું કે તમારી દિકરી હવે રહી નથી. અમને વોટસએપથી દિકરીના જે ફોટા મળ્યા તેમાં જે ઝાડની ડાળી પર તે લટકતી દેખાય છે ત્યાં તે ચડી શકે તેવું માનવામાં જન થી આવતું. દિકરીએ હજુ તો આગલા દિવસે ફોન કરીને વાત કરી હતી કે આ લોકો જીવવા નહિ દે, ત્યાં બીજા જ દિવસે તેણીના મોતના વાવડ મળ્યા હતાં. મારી દિકરીને મારીને પતાવી દઈ લાશ ટીંગાડી દીધાની પુરી શંકા છે તેમ મૃતકના પિતા બીજલભાઈએ જણાવતાં જસદણ પોલીસ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે. વિંછીયાના નાનાએવા બેડલા ગામમાં આ બનાવથી એરારાટી વ્યાપી ગઈ હતી.