Get The App

ભાવનગરમાં 112 વર્ષ અગાઉ સૌથી ઊંચુ 46.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું

Updated: May 27th, 2024


Google NewsGoogle News
ભાવનગરમાં 112 વર્ષ અગાઉ સૌથી ઊંચુ 46.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું 1 - image


- એક સપ્તાહ ઉપરાંતના સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આબોહવાના ઈતિહાસ પર નજર 

- ઈ.સ.1954 ની 24 મી એપ્રિલે 45 ડિગ્રી જ્યારે વર્ષ 1912 ની 17 મી મેએ તેનાથી 1.9 ડિગ્રી વધુ તાપમાન રહ્યું હતું

ભાવનગર : ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના સમયથી મહત્તમ ઉષ્ણતામાનનો પારો ૪૦ ડિગ્રી ઉપર જ રહેતા આકાશમાંથી થતી અગ્નિવર્ષાથી લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે ત્યારે આબોહવાના ઈતિહાસ પર એક દ્રષ્ટિપાત પ્રાસંગિક બની રહેશે. 

ભાવનગર જિલ્લો મોસમી આબોહવા ધરાવે છે. આથી ઋતુઓ અને આબોહવા પર મોસમી પવનોની અસર જણાય છે. જિલ્લામાં માર્ચથી મે મહિના સુધી તાપમાનનો પારો ક્રમશઃ ઊંચો જવા લાગે છે. 

સને ૧૯૮૨-૮૩ની જિલ્લાની આર્થિક રૂપરેખા પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, વર્ષ ૧૯૬૦માં જિલ્લા મથકનું સૌથી વધુ ઉષ્ણતામાન ૩૮ સેન્ટીગ્રેડ રહ્યું હતું. તો ૧૯૭૦ અને ૧૯૮૨ની સાલમાં અનુક્રમે ૪૨-૪૨ સે.ગ્રે. નોંધાયું હતું. 

મે માસમાં જિલ્લાનું સરેરાશ દૈનિક ગુરૂત્તમ તાપમાન ભાવનગર ખાતે ૩૯.૬ સે.ગ્રે. રહ્યું હતું. ભાવનગર ખાતે ૨૦મી સદીમાં વધુમાં વધુ તાપમાનના બે દિવસો ઈતિહાસમાં નોંધાયેલ છે. જેમાં ૨૪મી એપ્રિલ, ૧૯૫૪ના રોજ ૪૫ સે.ગ્રે. સુધી ઉષ્ણતામાનનો પારો ઊંચકાયો હતો જ્યારે ૧૭મી મે, ૧૯૧૨ના રોજ તો તાપમાનનો પારો વધીને ૪૬.૯ સે.ગ્રે. સુધી પહોંચી ગયો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની આ વર્તમાન સીઝનમાં પ્રથમ જ વાર તાપમાનનો પારો ગઈ તા. ૧૯મી મે, ૨૦૨૪ના રોજ છેક ૪૪.૬ સે.ગ્રે. પહોંચી ગયો હતો. માત્ર ૪૮ કલાકમાં મહત્તમ ઉષ્ણતામાનમાં ૪.૯ સે.ગ્રે.નો વધારો નોંધાયો હતો. 


Google NewsGoogle News