Get The App

ભાવનગર એમ.ટી. શાખાના PSIને બેદરકારી બદલ કરાયા ફરજ મોકૂફ

- અમદાવાદના હીરાવાડીમાં પોલીસ જીપના અકસ્માતના પગલે

- ગાંધીનગર મિટીંગમાં ગયા બાદ આઉટસોર્સના ડ્રાઇવરે સુમોનો અકસ્માત સર્જી રિક્ષા ચાલકનું મોત નીપજાવ્યુ હતું

Updated: Jul 12th, 2019

GS TEAM


Google News
Google News
ભાવનગર એમ.ટી. શાખાના PSIને બેદરકારી બદલ કરાયા ફરજ મોકૂફ 1 - image


ભાવનગર, તા.11 જુલાઈ 2019, ગુરુવાર

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભાવનગર પોલીસ બેડાની જીપના આઉટસોર્સના ડ્રાઇવરે રિક્ષા સાથે અકસ્માત સર્જી ચાલકનું મૃત્યુ નીપજાવ્યું હતુ જ્યારે અન્ય બેને ઇજા પહોંચાડી હતી. જે મામલે પોતાની ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી સબબ ભાવનગર એમ.ટી. શાખાના પી.એસ.આઇ.ને ફરજ મોકૂફ કરતો આદેશ આઇ.જી.એ કર્યો છે.

જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર એમ.પી. શાખાના ઇન્ચાર્જ પી.એસ.આઇ. જીતેન્દ્રભાઇ પ્રેમજીભાઇ મકવાણા અને તેની સાથે આઉટસોર્સના ડ્રાઇવર અજયસિંહ પ્રધ્યુમનસિંહ ગોહિલ એમ.ટી. શાખાની ટાટાસુમો લઇ ગાંધીનગર મિટીંગમાં તેમજ એમ.ટી.નો સામાન લેવા ગયા હતા તે વેળાએ પી.એસ.આઇ. મિટીંગમાં રોકાયા અને ડ્રાઇવર અજયસિંહ સુમો લઇ અમદાવાદ જતા રહ્યા બાદ બેફીકરાઇ અને ગફલતભરી રીતે સરકારી વાહન ચલાવી ઠક્કરનગર હીરાવાડી ચાર રસ્તા પાસે રિક્ષા અને બાઇક સાથે અકસ્માત સર્જી રિક્ષા ચાલકનું મોત નીપજાવ્યું હતું. 


જ્યારે અન્ય બાઇક ચાલક શિક્ષક અને શિક્ષિકાને ગંભીર ઇજા પહોંચાડી હતી. તપાસ દરમિયાન સરકારી વાહનમાંથી દારૂની બોટલ મળી આવતા ડ્રાઇવર વિરૂધ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન તેમજ જી ડિવીઝન ટ્રાફિક પોલીસ મથકમાં જુદા જુદા બે ગુનાઓ દાખલ થયા હતા. 

પી.એસ.આઇ. જે.પી. મકવાણાએ એમ.ટી. વિભાગની ફરજ દરમિયાન પોતાના તાબામાં ફરજ બજાવતા આઉટસોર્સ ડ્રાઇવરે અકસ્માત સર્જતા ડ્રાઇવર પર અસરકારક નિયંત્રણ અને અંકુશ નહીં રાખી પોતાની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી જણાઇ આવતા રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવની સુચનાથી એસ.પી.એ તાત્કાલીક અસરથી પી.એસ.આઇ.ને ફરજ મોકૂફ કરી તેના વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા આદેશ કર્યો હતો.

Tags :