ભાવનગરમાં ઠંડી ઘટી, રાતનું તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો
- 48 કલાકમાં દિવસનું તાપમાન પોણા બે ડિગ્રી ઉંચકાયું
- સવારની તુલનામાં બપોરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા ઘટયું, પવનની ઝડપ 06 કિ.મી. નોંધાઈ
ભાવનગર : ભાવનગરમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાતા તાપમાનમાં એકથી પોણા બે ડિગ્રીનો વધારો નોંધાયો છે. રાત્રિના સમયે પણ ઠંડી ઓછી રહી હતી. જો કે, ખુલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનો ચમકારાનો વધુ અનુભવ થયો હતો.
શિયાળાની ઋતુ હવે અંતિમ તબક્કા તરફ પહોંચી છે, ત્યારે ભાવનગરમાં ઠંડીમાં ઘટાડો રહ્યો છે. દિવસના સમયે તો ઠંડીની અસર ઘણી ઘટી ગઈ હતી. જેના કારણે ૪૮ કલાકમાં દિવસનું તાપમાન ૧.૮ ડિગ્રી અપ થયું છે. તો રાત્રિના સમયે પણ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો રહેતા ૨૪ કલાકમાં લઘુતમ તાપમાન ૧.૨ ડિગ્રી ઉંચકાઈને ૧૫.૨ ડિગ્રીને આંબી ગયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા નોંધાયું હતું. જે બપોર સુધીમાં ૫૫ ટકા ઘટી જતાં ૨૨ ટકા રહ્યું હતું. પવનની ઝડપ ૦૬ કિ.મી. રહી હોવાનું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.