અન્ડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટની સતત બીજી લીગ મેચમાં ભાવનગર એકેડમીનો વિજય
- ભાવનગરમાં અન્ડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટ જીતવા ખેલાડીઓ વચ્ચે જંગ
- સર ભાવસિંહજી ક્રિકેટ એકેડમી-એ અને દક્ષિણામૂર્તિ એકેડમીની ટીમનો પરાજય
શહેરના ભરૂચા કલબના મેદાન ખાતે અન્ડર-૧૯ આંતર ક્રિકેટ એકેડમી ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે. આજે મંગળવારે લીગ મેચમાં સર ભાવસિંહજી ક્રિકેટ એકેડમી-એની ટીમે પ્રથમ બેટીંગ કરી ૩૮.૩ ઓવરમાં ૧૮૯ રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં દેવ ધરાજીયાએ ૬૦ અને કાવ્ય ભટ્ટે ૪૧ રન ફટકાર્યા હતા, જયારે બોલર રૂષીરાજસિંહ ગોહિલ અને હેત વાઘેલા ર-ર વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ભાવનગર ક્રિકેટ એકેડમીની ટીમે બેટીંગ કરી લક્ષનો પીછો કરતા ૩૯.૪ ઓરવમાં ૮ વિકેટ ગુમાવી ૧૯૦ રન કરી ર વિકેટે વિજય મેળવ્યો હતો, જેમાં યશપાલસિંહ ગોહિલે ૪પ અને યુગ વાઘાણીએ ૩ર રન ફટકાર્યા હતા, જયારે બોલર તીર્થ ગુજરીયાએ ર વિકેટ ઝડપી હતી.
અન્ડર-૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટની લીગ મેચમાં ગઈકાલે સોમવારે ભાવનગર ક્રિકેટ એકેડમીની ટીમે પ્રથમ બેટીંગ કરી ૪૦ ઓવરમાં પ વિકેટ ગુમાવી ર૭૧ રન નોંધાવ્યા હતા, જેમાં હેત વાઘેલાએ ૬૯, યુગ વાઘાણીએ ૭પ, ઉત્પલ સોલંકીએ પપ અને રચીત મહેતાએ ૩૮ રન ફટકાર્યા હતા, જયારે બોલર પીન્કરાજસિંહ રાણાએ ર વિકેટ ઝડપી હતી. ત્યારબાદ દક્ષિણામૂર્તિ એકેડમીની ટીમે બેટીંગ કરતા ર૮.પ ઓવરમાં ર૦૦ રનમાં ટીમ ઓલઆઉટ થઈ જતા ભાવનગર એકેડમીની ટીમનો ૭૧ રને વિજય થયો હતો, જેમાં યુગ વાઘેલાએ ૪૧ અને ધુ્રવીક ઉકાણીએ ૮૮ રન ફટકાર્યા હતા, જયારે બોલર ધર્મદીપસિંહ ગોહિલ, રૂષીરાજસિંહ ગોહિલ અને હેત વાઘેલાએ ર-ર-ર વિકેટ ઝડપી હતી.