ભાવનગર - બોટાદ જિલ્લામાં જુગાર રમતા 15 શખ્સ ઝબ્બે

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ભાવનગર - બોટાદ જિલ્લામાં જુગાર રમતા 15 શખ્સ ઝબ્બે 1 - image


ભાવનગરના કૃષ્ણપરામાં એલસીબીએ છાપો માર્યો

ગઢડા અને રાણપુર પોલીસે અલગ-અલગ બે સ્થળે દરોડા પાડી જુગારીઓના રંગમાં ભંગ પાડયો

ભાવનગર: ભાવનગર શહેરમાં એલસીબી અને બોટાદ જિલ્લાના ગઢડા, રાણપુર પંથકના માલણપુર ગામે પોલીસે દરોડા પાડી જુગારીઓના રંગમાં ભંગ પાડી ૧૫ શખ્સને રોકડ, ગંજીપાના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ભાવનગર શહેરના ઘોઘારોડ, કૃષ્ણપરા, શેરી નં.૦૫માં હાથકાપના જુગારની બાજી માંડીને બેઠેલા હરિ લખમણભાઈ ડાભી, હરેશ બટુકભાઈ બારૈયા, ભાવેશ ઉર્ફે આકાશ ભરતભાઈ પરમાર, નરેશ પ્રેમજીભાઈ સરવૈયા અને અમિત અશ્વિનભાઈ બારૈયા સહિતના પાંચ શખ્સને ભાવનગર એલસીબીની ટીમે પકડી પાડી ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજા બનાવમાં ગઢડાના ઉગામેડી રોડ, રેલવે સ્ટેશન પાસેથી ગઢડા પોલીસે મેઘજી નાનભાઈ મહિડા, દશરથ નગીનભાઈ ગણાવા અને અનેશ દિનેશભાઈ બીલવાળ નામના ત્રણ શખ્સને જુગાર રમતા ઝડપી લીધા હતા. ત્રીજા બનાવમાં રાણપુર તાલુકાના માલણપુર ગામે બોરડી બજારમાં તીનપત્તીનું જુગટૂં ખેલતા વનરાજ રમેશભાઈ ઘાઘરેટિયા, રાહુલ મનસુખભાઈ ઘાઘરેટિયા, વિશાલ મુકેશભાઈ ઘાઘરેટિયા, આનંદ દાનાભાઈ ઘાઘરેટિયા, વિપુલ વિનુભાઈ ઘાઘરેટિયા, ધર્મેશ રાયસંગભાઈ ગોહિલ અને ઈશ્વર કાળુભાઈ ટીંબલ નામના સાત જુગારીને રાણપુર પોલીસના સ્ટાફે ઝડપી લઈ જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.


Google NewsGoogle News