આરોપી પ્રત્યે કૂણા વલણ બદલ ભરતનગર પો.સ્ટે.ના હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, પીઆઈ લીવ રિઝર્વમાં મુકાયા
- ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં
- પંચનામામાં બેદરકારી અને પકડાયેલા આરોપી સાથે કૂણું વલણ દાખવતા એસપીએ આદેશ છોડયા
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર,શહેરના ભરતનગર પોલીસ મથકમાં નોંધવામાં ગત ૯ નવેમ્બરના ૨૦૨૪ નાં રોજ ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલ શિવમ અમૃત-૦૧ માં રહેતા મૂળ બોરડી તા. શિહોર ના વતની અને તળાજા ખાતે સી.આર.સી તરીકે નોકરી કરતા શિક્ષક નિલેશભાઈ અભેસંગભાઈ મોરીએ તળાજા રોડ, કાચના મંદિર સામે આવેલ કસ્તુરબા સોસાયટીમાં ચાલતી લાઇબ્રેરી અને હોસ્ટેલ બંધ કરી દેવાની ધમકી આપી બાજુમાં રહેતા શખ્સ સહિતનાએ કેમ્પસમાં આવી ધોલધપાટ કરી ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી .આ ગુનામાં ભરતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રાજેન્દ્રભાઈ ઉલવા આરોપીને પકડી આવ્યા હતા.અને આરોપી સાથે કૂણું વલણ દાખવ્યું હતું.આ સમગ્ર ઘટનાને લઇ એસપી એ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રાજેન્દ્રભાઈ ઉલવા દ્વારા આરોપી સાથે કૂણું વલણ દાખવ્યું હતું.તેમજ પંચનામા માં પણ બેદરકારી દાખવી હોય હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રાજેન્દ્રભાઈ ઉલવાને સપેન્ડ કરવામાં આવ્યા છે અને ભરતનગર પોલીસ મથકના પીઆઇ ઠાકોરને લીવ રિઝવમાં મૂકી દેવાયા હોવાનું જિલ્લા પોલીસ વડા ડો હર્ષદ પટેલ એ જણાવ્યું હતું.હાલ પીઆઈ કુરેશીને ભરતનગર પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.