જેસરના મોરચુપણા ગામે ભારતરત્ન ડો.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ
- પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું
- દલિત સમાજમાં શિક્ષણનું સ્તર વધારવા અને વ્યસનમુક્તિ અભિયાન સહિતના સંકલ્પ લેવડાવવામાં આવ્યા
મોરચુપણામાં ડો. આંબેડકરની પ્રતિમાના અનાવરણની સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને જાહેર સભા પણ યોજાયેલ.જેમાં બહોળી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ દ્વારા બ્લડ ડોનેટ કરાયું હતું. લેખકો દ્વારા બાબા સાહેબના જીવન પ્રસંગો વિશે ઉદબોધન કરાયા હતા અને પુસ્તિકાઓનુ વિતરણકરાયુ હતુ. આ કાર્યક્રમમાં પાલીતાણા ન.પા.ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ, જિ. પં.ની શિક્ષણ સમિતિના ચેરમેન નીતુભા સરવૈયા, પૂર્વ નગર સેવક ઓમદેવસિંહ સરવૈયા, જિ.પં.ના સદસ્ય મુન્નાભાઈ કામળિયા, વિપક્ષના નેતા કિરીટ સાગઠીયા, સ્થાનિક આગેવાનો, હોદેદારો, પાલીતાણા અને જેસર સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે મોરચુપણા ભીમ બ્રિગેડ યુવા ગૃપએ ભારે જહેમત ઉઠાવી હતી.