જમીન વેચાણના બાકી પૈસા માંગતા યુવાન ઉપર ધોકા વડે હુમલો

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
જમીન વેચાણના બાકી પૈસા માંગતા યુવાન ઉપર ધોકા વડે હુમલો 1 - image


જામનગરના વિજરખી ગામે

નવા વઘાસીયા ગામે યુવાન ઉપર ૩નો હુમલોઃ રાજાવડલા ગામે ઘર પાસે ઉભા રહેવાની બાબતે મારામારી

 જામનગર  :  જામનગર તાલુકાના વિજરખી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા એક યુવાનને પોતાની જમીનના વેચાણના પૈસા લેવા જતાં માર પડયો છે. બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. મોરબી જિલ્લામાં પણ હુમલાના બે બનાવ નોંધાયા છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક વિજરખી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયરાજસિંહ મહોબતસિંહ નામના ૩૨ વર્ષના યુવાને પોતાના ઉપર ધોકા વડે માથામાં-હાથમાં તેમજ પગમાં ઈજા પહોંચાડવા અંગે સપડા ગામમાં રહેતા કૃપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી એ પોતાની ખેતીની જમીન આજથી છ મહિના પહેલા આરોપી કૃપાલસિંહ ના પિતાને વેચાણથી આપી હતી. તેના સાડા ચાર લાખ રૃપિયા લેવાના બાકી હતા. જેની ઉઘરાણી કરતાં બંને આરોપીઓ ઘરે આવ્યા હતા, અને ધોકા વડે હુમલો કરી દઈ, ફરીથી પૈસા ને ઉઘરાણી કરશે તો પતાવી દેવાની ધમકી ઉચ્ચારી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામમાં અહીંથી વાહન નીકળવાના રૃપિયા કેમ ઉઘરાવ્યા છે કહીને બોલાચાલી કરી  આરોપી જગદીશ નારણ સોલંકી, કિશોર નારણ સોલંકી અને પારસ મહેશ સોલંકી રહે ત્રણેય વઘાસીયા તા. વાંકાનેરએ  નવા વઘાસીયા ગામે રહેતા કિશોર પોપટભાઇ મકવાણાને માર મારતા ફરિયાદ નોંધાવાઇ છે.

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં  ઘર પાસે ઉભા નહિ રહેવાનું કહેતા તે બાબતનો ખાર રાખી બોલાચાલી કરી લોખંડ પાઈપ વડે ધીરૃભાઈ ગોવિંદભાઈ સેટાણીયા (ઉ.વ.૨૮) ઉપર  સંજય બાબુભાઈ સોલંકી, નીલેશ બાબુભાઈ સોલંકી અને આકાશ બાબુભાઈ સોલંકીએ માર મારતા ફરિયાદ નોંધાવી છે.

જયારે સામાપક્ષે સંજય બાબુભાઈ સોલંકીએ આરોપી ધીરૃભાઈ ગોવિંદભાઈ સેટાણીયા અને સંજય ગોવિંદભાઈ સેટાણીયા તું અમારી બાતમી પોલીસને આપે છે કહીને ગાળો આપવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈ જઈને  લોખંડ પાઈપ વડે યુવાનને માર મારવા લાગ્યા હતા. જેથી યુવાન થોડે દુર જતો રહ્યો હતો અને ફરિયાદીના ભાઈ નીલેશ તેમજ આકાશ બંને આવી જતા બંને ઇસમોએ તેની સાથે મારામારી કરી હતી. અને ઈજા પહોંચાડી હતી. વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે 


Google NewsGoogle News