ઉંચડીના સરપંચ પુત્ર ઉપર કાર ચડાવી દેનાર શખ્સની ધરપકડ

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
ઉંચડીના સરપંચ પુત્ર ઉપર કાર ચડાવી દેનાર શખ્સની ધરપકડ 1 - image


કચડી મારવાના પ્રયાસના બનાવના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપાયા

કારને કબજે લેવા પોલીસે તજવીજ હાથ ધરી

તળાજા: તળાજા પંથકના ઉંચડી ગામના સરપંચ પુત્ર  ઉપર પવનચક્કીના કાગળો આપવાની સતત ધમકી બાદ કાર ચડાવી દઈ મારી નાંખવાના પ્રયાસની ઘટનામાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર ઉંચડી ગામના સરપંચ લક્ષ્મણભાઈ ખેરના ૪૦ વર્ષીય પુત્ર જગદીશભાઈને તળાજામાં રહેતો ગણપત, શ્યામ બાલાભાઈ અને સુરા પાતાભાઈ નામના શખ્સોએ ફોન કરી કે.પી. કંપની સોલાર અને રિન્યુ ગ્રીન પાવર પવનચક્કીના કાગળો આપી દેવાનું કહીં ગાળો દઈ બીલના અટકેલા રૂપિયા તારી પાસેથી વસૂલવામાં આવશે તેમ કહીં જાનથી મારી નંખવા ધમકી આપી હતી. બાદમાં ગત તા.૧૪-૪ની રાત્રિએ શ્યામ નામના શખ્સે કાર લઈ આવી જગદીશભાઈ રોડ ઉપર ઉભા હતા. ત્યારે તેમના ઉપર કાચ ચડાવી કચડી નાંખવા પ્રયાસ કર્યો હતો. તેમજ સુરા નામના શખ્સે ફોનમાં ધમકી આપતા સરપંચ પુત્રે ત્રણેય શખ્સ વિરૂધ્ધ દાઠા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે શ્યામ નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે કાર કબજે કરવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં જગદીશભાઈ ખેરએ બનાવ સમયના સીસીટીવી ફૂટેજ તેમજ કોલ રેકોર્ડિંગ પોલીસને સોંપ્યા હતા.



Google NewsGoogle News