ભાવનગર-રાજકોટ હાઇવે પરથી વિલાયતી દારૂ ભરેલા આઇસર સાથે શખ્સની ધરપકડ
- આઇસરમાં પતરાનું ચોરખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો
- ડિવાયએસપી સ્ક્વોડની ટીમે દારૂ, મોબાઈલ, આઇસર મળી રૂા. 14.55 લાખનો મુદ્દામાલ કબજે લીધો, 4 શખ્સ ફરાર
આ બનવાની જાણવા મળતી માહિતી મુજબ ડીવાયએસપી સ્વોર્ડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતું કે, પ્રવીણ ઉર્ફે બાડો શામજીભાઈ રાઠોડ (રહે.આનંદનગર )એ મંગાવેલ ઇંગ્લિશ દારૂ ભરેલા આઇસર વલભીપુર ઘાંઘળી રોડ તરફ થી ભાવનગર બાજુ આવી રહ્યું હોવાની બાતમીના આઘારે વરતેજ પોલીસ મથકના સ્ટાફને સાથે રાખી વરતેજ ગામ ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક રોડ ની સાઈડમાં વોચમાં હતા. તે દરમિયાન ભાવનગર તરફ આવી રહેલા આઇસર નંબર જીજે ૧૪ ડબલ્યુ ૧૧૪૨ અટકાવી કોર્ડન કર્યું હતું. આઈસર માં ક્લીનર સાઈડમાં બેઠેલ શખ્સ ખુલ્લી અવાવરૂ અંધારાનો લાભ લઈ નાસી છૂટયો હતો .આઇસર માં ડ્રાઇવર સીટ પર બેસેલ શખ્સને ઝડપી લીધા હતો. દરમિયાનમાં આઇસરનાં પાછળના ભાગે ઢાંકેલ તલપત્રી ખોલી તપાસ કરી ત્યારે કેબિન થી ચાર ફૂટ પતરાની નટ બોલ્ટ થી લેટ લગાવી ચોરખાનું બનાવેલું હતું. ચોર ખાનું ખોલી અંદર તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ૬૩૨૪ બોટલ ઇગલિશ દારૂ આઇસર, મોબાઈલ, તલપત્રી મળી કુલ રૂ. ૧૪,૫૫,૧૬૦ નાં મુદ્દામાલ સાથે બકુલ ઉર્ફે જગદીશ દિનેશભાઈ નંદેસારીયા ઉ.વ ૩૬,(રહે. વઢવાણ બસ સ્ટેન્ડ નજીક મસાના પાસે સુરેન્દ્રનગર ) ઝડપી લીધો હતો.જ્યારે કાળુ ( રહે.ભાવનગર ) આઈસરની ક્લીનર સાઈડમાં બેસેલ હતો.અને અંધારાનો લાભ લઈ નાસી છૂટયો હતો.તદુપરાંત પ્રવીણ ઉર્ફે બાડો શામજીભાઈ રાઠોડ (રહે આનંદ નગર ભાવનગર) એ ઇંગ્લિશ દારૂનો જથ્થો રાજસ્થાન થી વેચાણ અર્થે મંગાવતો હતો. તેમજ ભૂરો ( રહે.ભાવનગર ) આઈસર નાં ચાલક સાથે જઈ ડિલિવરી કરવામાં મદદગારી કરતો હતો.આઈસરનાં માલિક દારૂની આંતર રાજ્યમાં હેર ફરી કરવામાં મદદ કરતો હતો હાલ વરતેજ પોલીસ મથકમાં પાંચ શખ્સ વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ ૬૫(એ),૬૫,૧૧૬ - બી,૮૧,૮૩,૯૮(૨) કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.