Get The App

ગ્રાન્ટ ઇન એઇડ્ કોલેજોમાં 6 માસમાં 30 અધ્યાપક સહાયકની નિમણૂક

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
ગ્રાન્ટ ઇન એઇડ્ કોલેજોમાં 6 માસમાં 30 અધ્યાપક સહાયકની નિમણૂક 1 - image


- 2005 માં બંધારણ બન્યા બાદ ભાવનગરમાં 115 અધ્યાપક સહાયકો નિમાયા

- 5 વર્ષની ફિક્સ પગારી નોકરી બાદ યુજીસીના નિયમ મુજબ ફુલ પગાર થશે : 2010 થી કેન્દ્રીયકૃત ભરતી શરૂ કરાઇ હતી

ભાવનગર : વર્ષ-૨૦૦૫માં બંધારણ બન્યા બાદ અધ્યાપક સહાયકના નામાભિધાન સાથે ગ્રાન્ટેડ કોલેજોને ભરતીની સત્તા અપાઇ હતી અને ૨૦૧૦માં આ સત્તા કેન્દ્રીયકૃત કરાઇ હતી. ત્યારબાદ તબક્કાવાર ભરતીઓ થતી રહી અને કુલ ૭૦ અધ્યાપકની ભરતી થઇ હોવાનું જણાયું છે. જ્યારે છેલ્લે વર્ષ ૨૩-૨૪માં ભાવનગરની ૭ ગ્રાન્ટેડ કોલેજમાં ૩૦ જગ્યા ભરાય છે અને હજુ પાંચની પ્રક્રિયા શરૂ હોવાનું જણાયું છે. અધ્યાપકોની ભરતીથી શિક્ષણ કાર્યને વેગવાન બનાવવામાં આવી રહ્યું છે.

કોલેજોમાં અધ્યાપકોની ભરતી કરવા વર્ષ ૨૦૦૫માં અધ્યાપક સહાયક નામાભિધાન કરી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા ૬૦-૪૦ના મેરીટ આધારે કોલેજોને સત્તા સોંપાઇ હતી. જે અંતર્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજોમાં વર્ષ ૨૦૧૦માં કુલ ૫૩૪માંથી ૨૭, ૨૦૧૨માં કુલ ૬૫૦માંથી ૧૮, ૨૦૧૫માં કુલ ૮૦૦માંથી ૮, ૨૦૧૮માં કુલ ૪૫૦માંથી સાયન્સમાં ૯, ૨૦૨૨માં કુલ ૪૫૦માંથી ૨૩ અને વર્ષ ૨૩-૨૪માં મંજુર થયેલ કુલ ૫૪૪માંથી ભાવનગર યુનિ.ની ૭ કોલેજોમાં ૩૫ અધ્યાપક સહાયકોની જગ્યા મંજૂર કરવામાં આવી હતી. જો કે, છેલ્લા છ માસમાં ગાંધી મહિલા કોલેજ, વળીયા કોલેજ, કાપડીયા કોલેજ, કવિ બોટાદકર, સાકરીયા કોલેજ, પીએનઆર શાહ પાલિતાણા, પારેખ મહુવા કોલેજ એમ વિવિધ વિષયોના ૩૦ અધ્યાપકોની નિમણૂકો થઇ છે. જ્યારે પાંચ અધ્યાપક સહાયકોની નિમણૂક પ્રક્રિયા ગતિમાં હોવાનું જણાયું છે. વર્ષ ૨૦૧૦માં ૭૫૦૦ ફીક્સ પગાર હતો જે હાલ ૪૦૧૭૬ છે અને તેને ૫૫૦૦૦ કરવાનું પણ વિચારણામાં હોવાનું જણાયું છે. જો કે, વર્ષ ૨૦૧૦થી આ ભરતી પ્રક્રિયા કેન્દ્રીયકૃત કરાય છે અને તેના મેરીટનો રેશીયો પણ ૯૫-૫ કરાયો છે. આમ આ અધ્યાપક સહાયકોના પાંચ વર્ષ ફિક્સ પગાર બાદ પૂર્ણ પગારમાં સમાવવાની જોગવાઇ છે. જે માટે તેના સી.આર. જે-તે કોલેજના સંચાલકોએ મોકલવા પડતા હોય છે જેમાં પણ ચોક્કસ કોલેજો સામે શંકાની સોય ઉઠી રહી છે. પરંતુ હાલ જે પ્રમાણે અધ્યાપક સહાયક યોજના હેઠળ ભરતી પ્રક્રિયા હાથ ધરાય છે તેનાથી કોલેજોના વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં ફાયદો થવા પામ્યો છે.


Google NewsGoogle News