Get The App

સાવરકુંડલાની એડિ. સેસન્સ કોર્ટમાં અપીલકર્તાએ ઝેરી દવા ગટગટાવી

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
સાવરકુંડલાની એડિ. સેસન્સ કોર્ટમાં અપીલકર્તાએ ઝેરી દવા ગટગટાવી 1 - image


જાહેરમાં આત્મહત્યાના પ્રયાસની ઘટનાથી ચકચાર

'મારી પાસે પૈસા નથીમને ન્યાય જોઇએ છેકહીને સરકારી વકીલ આપવાની માગણી સાથે અપીલકર્તાએ ભરેલાં પગલાંથી દોડધામ મચી

અમરેલી :  સાવરકુંડલાની એડિ. સેસન્સ કોર્ટમાં એક અપીલકર્તાએ આત્મહત્યા કરવાની ધમકી સાથે પોતાના ખિસ્સામાંથી બોટલ કાઢી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર સાથે દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સાવરકુંડલાની એડિ. સેસન્સ કોર્ટમાં ક્રીમી. અપીલ કેસને લઇને અપીલ કરનાર મનસુખભાઈ નાનુભાઈ વાઘમશીને વકીલ બાબતે કોર્ટ દ્વારા પૂછવામાં આવતા તેણે કહેલ કે મારી પાસે વકીલ રોકવા માટે પૈસા નથી અને મને ન્યાય જોઇએ છે ત્યારે આ વાત સાંભળીને કોર્ટ દ્વારા કોર્ટના આસિસ્ટન્ટ જે.વી. બુધેલ કે જે લીગલ એઇડનું કામ સંભાળે છે તેમને બોલાવી લીગલ એઇડ ઓથોરિટી એક્ટની માગણી કરી અને જેથી ખ્યાલ આવી શકે કે અપીલ કરનાર મૂળ ફરિયાદીને ડીએલએસએમાંથી વકીલ આપી શકાય કે નહિ. આ દરમિયાન મનસુખભાઈએ કોર્ટ રૃમમાં અંદર આત્મહત્યા કરવાની ધમકી આપી પોતાના ખિસ્સામાંથી બોટલ કાઢી તેમાં ભરેલ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવને લઇને ભુપેશભાઇ રસિકલાલ સવાણી કોર્ટના બેન્ચ ક્લાર્ક દ્વારા મનસુખભાઈ વાઘમશી (રહે. ખોડીયાણા) વિરૃધ્ધમાં રાજ્ય સેવકને તેની સત્તાવાર ફરજનો ઉપયોગ કરવા કે ઉપયોગ કરતાં અટકાવવાના ઇરાદે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની સાવરકુંડલા ટાઉન પોલીસ મથક ખાતે જાણ કરી હતી.


Google NewsGoogle News