વઘાસીયા બોગસ ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓની આગોતરા જામીન નામંજૂર
- મોરબી કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવાઇ
- ગુનો દાખલ થયાને ૧૯ દિવસ બાદ પણ હજુ એકપણ આરોપીને પોલીસ હજુ સુધી પકડી શકી નથી
વાંકાનેર : વાંકાનેર ટોલનાકા પ્રકરણનો ખુલાસો થયા બાદ પોલીસે ફરિયાદી બની પાંચ આરોપીઓના નામ જોગ તેમજ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. જોકે ફરિયાદ નોંધ્યાને ૧૯ દિવસનો સમય વીત્યા છતાં હજુ સુધી પોલીસ આરોપીઓને પકડી સકી નથી દરમિયાન વધુ બે આરોપીઓએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને કોર્ટે નામંજૂર કરી છે,
વાંકાનેર ટોલનાકા પ્રકરણમાં પોલીસે ફરિયાદી બની ઉમિયા ધામના પ્રમુખના પુત્ર, રાજકીય આગેવાન સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી તપાસ ચલાવી છે જોકે આરોપીઓ ક્યાં ભાગી ગયા છે તે પોલીસને ખબર નથી ફરિયાદ નોંધાયાને ૧૯ દિવસો વીત્યા છતાં હજુ સુધી એક આરોપીને પોલીસ પકડી સકી નથી તો ટોલનાકા પ્રકરણમાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા (ઉ.વ.૩૬) અને હરવિજયસિંહ જયુભા ઝાલા (ઉ.વ.૪૦) (રહે બંને વઘાસીયા તા. વાંકાનેર)એ મોરબી જીલ્લાના બીજા અધિક સેશન્સ જજ સાહેબની અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી
કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલો સાંભળી ચુકાદામાં એવું ઠરાવેલ કે સમાજને અસરકર્તા ગુના હોય તેવા ગંભીર પ્રકારના ગુનામાં વિવેકબુદ્ધિની સત્તા વાપરી સકાય નહિ જેથી કોર્ટને મળેલ વિવેકાધીન સત્તાનો ઉપયોગ હાલના કિસ્સામાં કરવો ન્યાયોચિત જણાતું ના હોય જેથી જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. બીજા અધિક સેશન્સ જજ મોરબીએ આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની આગોતરા જામીન પર મુક્ત થવાની અરજી નામંજૂર કરી છે.