જામનગર, ખંભાળિયા પંથકમાંથી વધુ 46.37 લાખની વીજ ચોરી પકડાઈ

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
જામનગર, ખંભાળિયા પંથકમાંથી વધુ 46.37 લાખની વીજ ચોરી પકડાઈ 1 - image


સતત બીજા દિવસે વીજ તંત્ર દ્વારા ચેકિંગ

૧૦૮ વીજ જોડાણોમાં ગેરરીતિ ખુલી

જામનગર:  પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજે સતત બીજા દિવસે પણ જામનગર શહેર ઉપરાંત ખંભાળિયા પંથક ના ગ્રામ્ય વિસ્તારમાં પાવર ચોરી ઝડપી લેવા માટે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે કુલ રૂપિયા ૪૬.૩૭ લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી.

 આજે  પીજીવીસીએલ ની કુલ બાવન  ટીમ દ્વારા આજે  જામનગર  શહેર  ના દરબારગઢ, બેડેશ્વર, કાલાવડ નાકા, ગુલાબનગર, અને નવાગામ વિસ્તાર ઉપરાંત ખંભાળિયા  તાલુકા ના ખજૂરિયા, કનકપર, પીપળીયા, જુવાંનગઢ  વિરમદડ અને સલાયા  ગામ ગામમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુલ ૬૩૪ વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. તેમાંથી ૧૦૮ વીજ જોડાણ માં ગેરરિતી જણાતાં તેમના આસામી ને કુલ રૂપિયા ૪૬ લાખ ૩૭  હજાર ના વીજ બિલ  આપવામાં આવ્યા હતા હતાં.આમ બે દિવસ મા કુલ રૂ.૯૫.૬૨ લાખ ની પાવર ચોરી ઝડપાઈ છે.


Google NewsGoogle News