Get The App

ઊંચી માંડલ ગામે રસ્તાની સાઇડમાં ઉભેલા પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
ઊંચી માંડલ ગામે રસ્તાની સાઇડમાં ઉભેલા પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત 1 - image


ટ્રકનાં ટાયરનો જોટો માથે ફરી વળ્યો

પીયરટોડા ગામ પાસે મિત્રનાં બાઇક પાછળ બેસી જઇ રહેલા વૃધ્ધને ચક્કર આવતા નીચે પટકાઇ પડતાં મોત

મોરબી, જામનગર :  મોરબીના ઉંચી માંડલ પાસે રોડની સાઈડમાં ઉભેલ આધેડને ટ્રકના  ચાલકે હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા બુઝુર્ગનું અચાનક ચાલુ બાઇકમાં ચક્કર આવીને નીચે પટકાઈ પડયા પછી તેઓનું મૃત્યુ નીપજયું છે.

સુરેન્દ્રનગરના જશાપર ગામે રાજદીપભાઈ ભગવતીપ્રસાદ મખીયાવા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા ભગવતીપ્રસાદ મોરબી હળવદ રોડ પર આવેલ બાપા સીતારામ હોટલમાં જમીને રોડની સામે આવેલ દુકાને માવો લેવા માટે  જતા હતા. દરમિયાન રોડન સાઈડમાં ઉભા હતા. ત્યારે એક અજાણ્યા ટ્રક ચાલકે બેદરકારીથી ચલાવી ભગવતીપ્રસાદને હડફેટે લેતા રોડ પર પડી જતા ટાયરનો જોટો માથાના ભાગે ફરી વળતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા રમેશભાઈ ગોરધનભાઈ કથીરિયા નામના ૬૨ વર્ષના બુઝુર્ગ કે પોતાના જ કુટુંબી અને મિત્ર એવા રમેશભાઈ સવજીભાઈ ગલાણી સાથે બાઈકમાં પાછળ બેસીને જામનગરથી પોતાના વતન બાધલા ગામે ગયા હતા, અને ત્યાંથી જામનગર પરત ફરી રહ્યા હતા.

 જે દરમિયાન પીપરટોડા ગામ પાસે પહોંચતાં રમેશભાઈ કથીરીયા ને એકાએક ચક્કર આવી ગયા હતા, અને બાઈક પરથી નીચે પટકાઈ પડયા હતા, અને તેઓ બેશુદ્ધ બની જતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. 


Google NewsGoogle News