અમરેલી જિલ્લા પંચાયતમાં કરાર આધારિત ભરતી, પગાર રૂ. 60000, જાણો સમગ્ર વિગતો
Job Vacancy In Gujarat: કાયદા ક્ષેત્રે ગ્રેજ્યુએટ લોકો માટે મહત્ત્વની ભરતી અમરેલી જિલ્લા પંચાયત દ્વારા બહાર પાડવામાં આવી છે. અમરેલી જિલ્લા પંચાયતે કાયદા સલાહકાર માટે 1 ભરતી બહાર પાડી છે. જેમાં પગાર ધોરણે માસિક ધોરણે રૂ. 60000 છે. આ પોસ્ટ માટે ઈચ્છુક ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવી છે.
લાયકાત
કાયદા સલાહકારના પદ માટે ઉમેદવાર પાસે કાયદા ક્ષેત્રે માન્ય યુનિવર્સિટી કે સંસ્થાની ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જરૂરી છે. તેમજ તેને કોમ્પ્યુટરનું નોલેજ હોવુ જોઈએ. જેના માટે CCC સર્ટિફિકેટ જરૂરી છે. વયમર્યાદા મહત્તમ 50 વર્ષ સુધીની છે. કાયદા ક્ષેત્રે પાંચ વર્ષનો અનુભવ પણ જરૂરી છે.
આ પણ વાંચોઃ વોટ્સએપનું નવું ફીચર : વીડિયો કોલમાં ફિલ્ટર્સ અને બેકગ્રાઉન્ડની મસ્તી
પગાર ધોરણ
કરાર આધારિત ભરતી થતી હોવાથી આ નોકરી સરકારી ગણાશે નહીં. જેમાં માસિક રૂ. 60000નું વેતન મળશે. જેના પર કોઈપણ પ્રકારના ભથ્થા કે, પગાર પંચના લાભો મળશે નહીં.
આ રીતે કરો અરજી
અરજી પત્રકનો નમૂનો તથા કરારની શરતો વિશે વધુ માહિતી https://amrelidp.gujarat.gov.in/gu/news-details/906 પરથી મેળવી શકાશે. જેના પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પંચાયત કચેરી, અમરેલી-365601 ના સરનામે 15-10-24 સુધીમાં પોસ્ટ એડી-સ્પીડ પોસ્ટ કરવાની રહેશે. કવર ઉપર જાહેરાતનો ક્રમાંક અને કાયદા સલાહકારની ભરતી જાહેરાત અન્વયેની અરજી લખવાનું રહેશે. અરજી ફોર્મની સાથે લાયકાત અંગેના પુરાવાની સ્વ-પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.