બોર્ડની પરીક્ષા દરમિયાન વર્ગખંડના કેમેરામાં તમામ વિદ્યાર્થીઓને આવરી લેવાના રહેશે
- પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થા સદ્ધર બનાવાશે
- સ્પષ્ટ વિઝન અને તારીખ-સમયનું પણ પાલન કરવાનું રહેશે : ડીઇઓ
આગામી માર્ચમાં યોજાનાર બોર્ડની પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા કેમેરાની ચોક્સાઇ પર વધુ ભાર આપવામાં આવનાર છે. ડીઇઓએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા તો ફરજીયાત છે જ પરંતુ અગાઉ આ કેમેરામાં વિઝન સ્પષ્ટ ન હોવાની ફરિયાદોના પગલે આ વર્ષે સ્પષ્ટ વિઝનવાળા કેમેરા લગાવવા, પરીક્ષા દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રના વર્ગખંડમાં કેમેરા તેવી રીતે ફીટ કરવાના રહેશે કે જેથી વર્ગખંડના તમામ વિદ્યાર્થીઓને આવરી લેવાય. આ ઉપરાંત કેમેરામાં જે-તે પરીક્ષાની તારીખ અને સમય પણ દર્શાવાય તે જોવાનું રહેશે. જો કે, હજુ પરીક્ષા કેન્દ્રોની સંખ્યા જાહેર નથી કરાઇ પરંતુ આ બાબત પરીક્ષામાં લાગુ પડતા તમામ કેન્દ્રોને બંધનકર્તા રહેશે. સ્પષ્ટ ઝિન રહેવાથી પરીક્ષા બાદ થતા સીડી પરિક્ષણમાં આવતા અવરોધ પણ ટાળી શકાય અને સીસીટીવી કેમેરાના કારણે ગેરરીતિ ઉપર પણ મહદઅંશે બ્રેક લગાવી શકાય તેવું તેમનું સ્પષ્ટ માનવામાં આવે છે.