ચિત્રા જીઆઈડીસીના તમામ રોડ અત્યંત બિસ્માર હાલતમાં

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
ચિત્રા જીઆઈડીસીના તમામ રોડ અત્યંત બિસ્માર હાલતમાં 1 - image


- વાહન ન ચલાવી શકાય તેવા મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે

- એક્સપોર્ટના કારણે પરદેશના પ્રતિનિધિમંડળ તથા ખરીદી કરનાર ગ્રાહકો જીઆઈડીસીમાં આવતા હોવાથી દેશની ઈમેજને નુકસાન થાય છે : ડિસ્ટ્રીક્ટ ચેમ્બર દ્વારા રજૂઆત

ભાવનગર : ચિત્રા જીઆઈડીસીના તમામ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. વાહન ન ચલાવી શકાય તેવા મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે. આથી આ અંગે યોગ્ય કરવા ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વિઠ્ઠલવાડી ઉદ્યોગનગર સ્થિત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના પ્રાદેશિક મેનેજરને રજૂઆત કરવામાં આવેલ છે. 

આ રજૂઆતમાં જણાવાયું છે કે, સંસ્થાના ચિત્રા ઔદ્યોગિક વસાહતો ખાતેના સભ્ય એકમો પાસેથી મળેલ રજૂઆત મુજબ સમગ્ર જી.આઇ.ડી.સી.ના તમામ રોડ ખૂબ જ ખરાબ અને બિસ્માર થઈ ગયા છે. રોડ પર વાહનો ચલાવી ન શકાય તેવા મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયેલ છે. અને ચિત્રાના ઉદ્યોગકારો તેમજ કામદારો ખૂબ જ મુશ્કેલી અને અનુભવી રહ્યા છે. વસાહત મોટી હોવાના કારણે વાહન વ્યવહાર પણ ખૂબ મોટા પ્રમાણમાં થતો હોય છે અને તેવા સંજોગોમાં આવા ખરાબ રોડનો ત્રાસ જીઆઇડીસી વસાહતમાં આવનાર તમામ લોકો અનુભવે છે.

ચિત્રા જીઆઈડીસીના ઘણા બધા ઓધોગિક એકમો એક્સપોર્ટ કરે છે અને ખૂબ જ મોટા અને સારા પ્રમાણ માં થાય છે. અને જેના કારણે સમગ્ર વર્ષ દરમિયાન પરદેશ ના પ્રતિનિધિ મંડળ તથા ખરીદનાર ગ્રાહકો જીઆઈડીસીમાં આવે છે રોડ ખરાબ હોવાના કારણે સમગ્ર દેશની ખરાબ છાપ ઉભી થાય છે. એટલે આની ગંભીરતા પણ લક્ષમાં લેવી જોઈએ.

તે મુજબ જીઆઇડીસી દ્વારા ખૂબ જ ઊંચા પ્રમાણમાં સવસ ચાર્જ લેવામાં આવે છે ત્યારે જીઆઇડીસી નૈતિક ફરજ છે કે વસાહતમાં તમામ પ્રકારની સવલતો ઉંચી ક્વોલીટી ની અને સમયસર આપવામાં આવે વળી ચિત્રા જીઆઇડીસી ભાવનગર જિલ્લાની સૌથી મોટી જીઆઈડીસી હોવાથી તેને મળતી સવલતો ખૂબ જ ઊંચા પ્રમાણની હોવી જોઈએ આ બાબત વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેમ રજૂઆતમાં માગ કરાઈ છે.


Google NewsGoogle News