મોરબીમાં યુવાનની હત્યામાં તમામ ૧૧ આરોપી ઝડપાયા
હત્યાના બે બનાવમાં કાર્યવાહી
માળિયાના દહીંસરા ગામે યુવાનની હત્યામાં ૩ આરોપીઓ પકડાયા, એક સારવાર હેઠળ
ઇન્દિરાનગરમાં રહેતા વિશાલ પરષોતમ માનેવાડિયાએ પોલીસ ફરિયાદ
નોંધાવી હતી કે ફરિયાદીના ભાઈ વિજય ઉર્ફે રવિને આરોપીઓની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ
હોય જે બાબતનો ખાર રાખી રીક્ષામાં આવી અપહરણ કરી બેલા રોડ પર લઇ જઈને ધોકા જેવા
હથિયારો વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી ભાઈ વિજય ઉર્ફે રવિની હત્યા કરી હતી.
હત્યાના ગુનામાં બી ડીવીઝન પોલીસે આરોપીઓ હરખજી ઉર્ફે હકો
જીવન અદગામા, નરેશ
લાભુભાઈ વાઘેલા, વિશાલ
ગાંડુભાઈ બાવરવા, જયેશ
જીવનભાઈ અદગામા, કાનાભાઈ
હરખજીભાઈ ઉર્ફે હકાભાઇ અદગામા,
સીયારામ ગનેશ યાદવ, મનીષ
અશોકભાઈ દંતેસરીયા, મેરૃ
ભરતભાઈ કરોતરા, કિશોર
ઉર્ફે કીશલો લાભુભાઈ વાઘેલા,
સુનીલ જયંતીભાઈ જોગડીયા અને પ્રવીણ ઉર્ફે ઉગો જગમાલભાઈ અદગામા એમ ૧૧ આરોપીને
ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોટા દહીંસરા ગામે શેરીમાં પાણી કાઢવા બાબતનું મનદુઃખ રાખી
લાકડીઓ અને પાઈપ જેવા હથિયાર વડે ચંદુભાઈ છગનભાઈ મકવાણા (ઉ.વ.૪૦) અને મહાદેવભાઈ મોહનભાઈ રાઠોડને માર મારી ઈજા
પહોંચાડી હતી. સારવાર દરમિયાન ચંદુભાઇનું થતા બનાવ હત્યામાં પલટાયો હતો. માળિયા
પોલીસે મારામારીના બનાવમાં હત્યાની કલમોનો ઉમેરો કરી તપાસ ચલાવી હતી અને આરોપીઓ
અરુણ અવચર ઇન્દરીયા, વિજય
અવચર ઇન્દરીયા અને અશોક અવચર ઇન્દરીયા (રહે. ત્રણેય મોટા દહીંસરા)ને ઝડપી લેવામાં
આવ્યા છે તો સુરેશ અવચર ઇન્દરીયા (રહે. મોટા દહીંસરા)ને બનાવમાં ઈજા પહોંચી હોય
જેની સારવાર ચાલી રહી છે. જેની સારવાર બાદ અટક કરવામાં આવશે.