સૌરાષ્ટ્રમાં ઉમંગભેર દિવાળી ઉજવીને લોકોનું પર્યટન સ્થળો તરફ પ્રયાણ
- જંગલ, પર્વત અને દરિયાકિનારે મોજમસ્તીનો મુકામ રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં હરવા-ફરવાના સ્થળોએ પ્રવાસીઓ ઉમટવાનું શરૂ
રાજકોટ : સૌરાષ્ટ્રમાં વાઘ બારસથી શરૂ થયેલ દિવાળી પર્વ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ગઈકાલે દિવાળીએ લોકોએ છેલ્લી ઘડીની ધૂમ ખરીદી કર્યા બાદ આખી રાત ફટાકડાની આતશબાજી કરવા સાથે આનંદ માણ્યો હતો. હવે આજે ધોકાના દિવસે મોટાભાગના લોકો પર્યટન સ્થળો તરફ પ્રયાણ કર્યું હતું. દિવાળીના મિનિ વેકેશન આજથી એક સપ્તાહ જંગલ, પર્વત અને દરિયા કિનારે મોજમસ્તીનો મુકામ રહેશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાળા - કોલેજોમાં દિવાળી વેકેશન પડી ગયું છે અને તમામ વેપાર-ધંધા, કારખાના, આદ્યોગિક એકમો પણ હવે લાભ પાંચમથી ખુલશે. પરીણામે આજથી રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ધાર્મિક સ્થળો તથા હરવા - ફરવાના ટુરીસ્ટ પોઈન્ટ પર પ્રવાસીઓ ઉમટવાનું શરૂ થઈ ગયું હતું.
રાજકોટ શહેરમાં તથા આસપાસનાં પ્રધ્યુમ્ન પાર્ક, ઈશ્વરીયા પાર્ક, રેસકોર્સ, ભીચરી મંદિર, આજી - ન્યારી ડેમ વગેરે ફરવાલાયક સ્થળોએ આજે બપોરથી લોકોની ભીડ જોવા મળી હતી. એ જ રીતે મોરબી જિલ્લામાં પણ સિરામીક એકમો બંધ થતા પરપ્રાંતીય શ્રમિકો વતન તરફ રવાના થયા હતા તો સ્થાનિક લોકોએ નાની-મોટી ટુરના આયોજન કર્યા હતા.
દીવથી લઈને દ્વારકા સુધીના દરિયાકાંઠે પણ આજથી પર્યટકોનો સમંદર ઘુઘવાનું ચાલુ થયું હતું. આજી, ન્યારી, મચ્છુ, ભાદર, ખોડિયાર, રણજીતસાગર વગેરે ડેમ અને જળાશયો પણ ફરવા જવાના આયોજન થયા છે. ગીરનાર, ચોટીલા અને ઓસમ ડુંગર પર ફરવા જવાનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
યાત્રાધામોમાં સોમનાથ, ભાલકા તીર્થ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, ચોટીલા, માટેલ, ખોડલધામ, ઘેલા સોમનાથમાં પણ આજથી ભાવિકોની ભીડ જામવા લાગી હતી. પ્રકૃતિપ્રેમી લોકો જુનાગઢનાં ભવનાથ અને ગીરનાર, સાસણ ગીર, તુલસીશ્યામ, અમરેલીના આંબરડી સફારી પાર્ક, જામનગરનાં ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અને નરારા - પિરોટન ટાપુ તરફ ઉમટવા શરૂ થયા છે. ખાસ કરીને યુવાનોમાં ફેવરીટ દીવમાં પણ આજે બપોરથી ટુરીસ્ટોનો જમાવડો થતો જોવા મળ્યો હતો.
સોરાષ્ટ્રમાં યાત્રાધામો અને પર્યટન સ્થળોએ દિવાળી વેકેશનનાં પખવાડિયા પહેલા જ તમામ હોટલો અને અતિથિગૃહો હાઉસફુલ થઈ ગયા છે. પરીણામે