2016 ની શિક્ષણ સહાયક ભરતીના 5 રાઉન્ડ બાદ ખાલી જગ્યા માટે લિસ્ટ જાહેર

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
2016 ની શિક્ષણ સહાયક ભરતીના 5 રાઉન્ડ બાદ ખાલી જગ્યા માટે લિસ્ટ જાહેર 1 - image


- હાઇકોર્ટના ચુકાદા બાદ ભરતીની પ્રક્રિયા

- અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિષય અને કેટેગરી વાઇઝ શિક્ષણ સહાયકોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે

ભાવનગર : બીનઅનુદાનિત મા. અને ઉ.મા. શાળામાં ૨૦૧૬ની શિક્ષણ સહાયકની ભરતીના પાંચ રાઉન્ડ પૂર્ણ થયા બાદ તાજેતરમાં હાઇકોર્ટના આદેશના પગલે બાકી રહેલી સીટો માટે ભરતી પ્રક્રિયા આરંભાઇ છે. ઉમેદવારોની યાદી વિષય-કેટેગરી વાર ખાલી જગ્યાઓ જાહેર થઇ છે અને ડોક્યુમેન્ટ વેરીફીકેશનની કાર્યવાહી આરંભાઇ છે.

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા ૨૦૧૬ અન્વયે હાઇકોર્ટમાં દાખલ થયેલ એલ.સી.એ.ના ૧૬-૧-૨૪ના ચુકાદાની અમલવારી સબબ ભરતી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે જેમાં ૧ થી ૫ રાઉન્ડ પૂર્ણ થયેલ છે અને ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પૈકી હાલની સ્થિતિએ જિલ્લા કક્ષાએથી ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જેથી મેરીટ યાદીમાં સમાવિસ્ટ વિષયવાર કેટેગરીવાર ખાલી જગ્યાઓના પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની યાદી નિયત વેબસાઇટ પર મુકવામાં આવી છે. આ સાથે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેના કોલ લેટરમાં દર્શાવેલ અસલ ડોક્યુમેન્ટ સાથે લેટરમાં દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે ઉપસ્થિત રહેવા જણાવાયું છે. આમ સાઇટ પર જે ઉમેદવારોનું લીસ્ટ જાહેર થયું છે જેમાં માધ્યમિકમાં ૪૨ અને ઉચ્ચતર માધ્યમિકમાં ૩૪ નામો જાહેર કરાયા છે. આ ડોક્યુમેન્ટ વેરીફીકેશન બાદ ફાઇનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. ૨૦૧૬ની પાંચ તબક્કાની ભરતી પ્રક્રિયા બાદ બાકી રહેલી ખાલી જગ્યાઓમાં અનુદાનિત ઉ.મા. માં એકાઉન્ટની ૫, બાયોલોજીની ૪, કેમેસ્ટ્રીની ૧૦, ઇંગ્લીશની ૧૩, જીયોગ્રાફીની ૧, ગુજરાતીની ૩, મેથ્સની ૧, ફિઝીક્સ એજ્યુકેશનની ૧, સંસ્કૃતની ૧, સોશ્યોલોજીની ૧ એમ કુલ મળી ૪૦ સીટોમાં ઓપનની ૩૪, એસ.સી.ની ૧, એલઇવીસીની ૩, એસ.ટી.ની ૨ કેટેગરી નિયત કરાય છે. તો અનુદાનિત માધ્યમિક વિભાગમાં ઇંગ્લીશની ૯, ગુજરાતીની ૧, મેથ્સ સાયન્સની ૨૮, ફિઝીક્સ એજ્યુકેશનની ૧, સંસ્કૃતની ૧, સોશ્યલ સાયન્સની ૨ મળી કુલ ૪૨ સીટ પર ઓપનની ૩૩, એસઇબીસીની ૭, એસ.ટી.ની ૨ સીટો નિર્ધારીત કરાય છે. આમ ૨૦૧૬ની ભરતી પ્રક્રિયાના અંતિમ પડાવમાં આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમાં ભાવનગરમાં કુલ ૪ સીટો પર શિક્ષણ સહાયકોની નિમણૂક થશે.


Google NewsGoogle News