Get The App

ચૂંટણી પ્રચારમાં મંજુરી વગર લાઉડ સ્પીકર વગાડનાર સામે કાર્યવાહી કરાશે

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
ચૂંટણી પ્રચારમાં મંજુરી વગર લાઉડ સ્પીકર વગાડનાર સામે કાર્યવાહી કરાશે 1 - image


- લાઉડ સ્પીકરોનો ઉપયોગ સવારના 6.00 કલાકથી રાત્રિના 10.00 કલાક સુધી કરી શકાશે 

- ભાવનગર લોકસભા બેઠક પર નિયત થયેલા સમય સિવાય ઉપયોગમાં લેવાયેલ કોઇપણ લાઉડ સ્પીકર કે અન્ય જોડાયેલ ઉપકરણો જપ્ત કરાશે 

ભાવનગર : ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે, જેમાં ચૂંટણી સબબ ઉમેદવારો, રાજકીય પક્ષો. કાર્યકરો વિગેરે દ્વારા ચૂંટણીના પ્રચારના કોઇ હેતુ માટે સભા કે સરઘસો યોજે તેમાં માઇકનો ઉપયોગ કરી અવાજનું પ્રદુષણ રોકવું અત્યંત આવશ્યક છે. 

ભાવનગરના જિલ્લા મેજીસ્ટ્રેટે ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. કોઇપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો કે તેમનાં ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઇ વ્યકિત દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનમાં લાઉડ સ્પીકર વગાડવા માટે સબંધિત સક્ષમ અધિકારી પાસે વાહન રજીસ્ટર્ડ કરાવી, વાહનના ઉપયોગ અંગેની મંજુરી મેળવી સબંધિત સક્ષમ અધિકારી પાસેથી લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી/પરમીટ લેવાની રહેશે. સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચૂંટણી પ્રચાર કે વાહન પર લાઉડ સ્પીકર રાખી કે વગાડી શકાશે નહી. 

સામાન્ય પ્રચાર માટે અથવા જાહેરસભા કે સરઘસમાં ઉપયોગમાં લેવાયેલ અને કરતા વાહનો પર કે અન્યથા ઉપયોગમાં લેવાયેલ તમામ લાઉડ સ્પીકરોનો ઉપયોગ સવારના ૬.૦૦ કલાકથી રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી જ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને જ કરવાનો રહેશે. 


Google NewsGoogle News