mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મોરબીના ઘૂંટું નજીક અકસ્માતમાં રાતાભેર ગામના યુવાનનું મોત

Updated: May 26th, 2024

મોરબીના ઘૂંટું નજીક અકસ્માતમાં રાતાભેર ગામના યુવાનનું મોત 1 - image


નોકરી પૂરી કરી ઘરે જતી વખતે કાળનો ભેટો

બાઇક ચાલક ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવતા યુવાનના બાઇક સાથે અથડાયો

મોરબી :  મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક બાઇક ચાલક ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવતા રાતાભેર ગામના યુવાનના બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું હતું.

હળવદના રાતાભેર ગામના રહેવાસી વિરમભાઈ ઉર્ફે ધમો ગોકળભાઈ પડહારીયાએ બાઇકના ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી વિરમભાઈ અને તેના ભાઈ સવજી બંને રોજની જેમ અલગ અલગ બાઇક લઇને રાતાભેર ગામથી મોરબી સિરામિક કારખાનામાં નોકરી કરવા નીકળ્યા હતાં. અને સાંજે નોકરી પૂરી કરીને ઘરે આવવા નિકળ્યા હતાં. ત્યારે રાત્રિનાં સાડા અગિયાર વાગ્યે અજાણી વ્યક્તિએ ફોન કરી તમારા ભાઈ સવજીભાઈને ઉંચી માંડલ અને ઘુટું ગામ વચ્ચે અકસ્માત થયો છે અને સ િવિલ હોસ્પિટલ લઇ જતા હોવાની માહિતી આપી હતી.

જેથી પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલ જવા નીકળ્યા હતાં. રસ્તામાં ભાઈનું બાઇક પડયું હતું જેની બાજુમાં અન્ય એક બાઇક અકસ્માત થયેલ હાલતમાં પડયું હતું. ફરિયાદીના ભાઈ મોરબી તરફથી તેની સાઇડમાં આવતા હતા. ત્યારે ઉંચી માંડલ ગામથી આવતા બાઇક ચાલક ટ્રક ટ્રેઇલરને ઓવરટેક કરવા જતા ફરિયાદીનાં ભાઇના બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. અને સવજીભાઈને ગંભીર ઇજા પહોંચતા મોરબી બાદ રાજકોટ ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Gujarat