ખૂંટિયા સાથે બાઈક અથડાતાં સિંગડું યુવાનની છાતીમાં ઘૂસી જતાં મોત

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
ખૂંટિયા સાથે બાઈક અથડાતાં સિંગડું યુવાનની છાતીમાં ઘૂસી જતાં મોત 1 - image


- પાળીયાદ બોટાદ રોડ પર અકસ્માત સર્જાયો

- યુવાન જમણવાર પૂર્ણ કરી મોટરસાયકલ પર ઘર તરફ જતો હતો

ભાવનગર : બોટાદના સ્માર્ટ સિટી સોસાયટી ખાતે રહેતા યુવાન પોતાના મોટર સાઇકલ પર જમણવાર પૂર્ણ કરી ઘર તરફ જતો હતો તે દરમિયાન બોટાદ રોડ પર અચાનક બાઈક આડે બળદ (ખુંટીયો) આવી જતા મોટરસાયકલ અથડાતા  બળદ (ખુંટીયા)નું સિગડુ છાતીમા વાગી જતા છાતીના ભાગે ગંભીર ઇજા થતા સારંવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર બોટાદના સ્માર્ટ સિટી સોસાયટી ખાતે રહેતા મનીષભાઈ નવનીતરાય દેસાઈએ પાળીયાદ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે મનીષભાઈ નો પુત્ર ખ્યાતભાઈ પાળીયાદ રોડ ઉપર આવેલ નવકાર ફાર્મ હાઉસ ખાતે જમણવાર માથી પરત ઘરે જતો હતો ત્યારે પાળીયાદ થી બોટાદ રોડ ઉપર મોટરસાયકલ પુર ઝડપે ચલાવતા નવા માર્કેટીંગ યાર્ડ પાસે અમર ગાર્ડન હોટલ સામે પહોચતા રસ્તામા રોડ ઉપર અચાનક બાઈક આડે બળદ (ખુંટીયો) આવી જતા મોટરસાયકલ અથડાતા બળદ (ખુંટીયા)નું સિગડુ છાતીમા વાગી જતા છાતીના ભાગે ગંભીર ઇજા થતા સારંવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પિતાએ પાળીયાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News