mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બાઈક સ્લીપ થઈ ડિવાઈડર સાથે અથડાતાં યુવાનનું મોત

Updated: Jun 23rd, 2024

બાઈક સ્લીપ થઈ ડિવાઈડર સાથે અથડાતાં યુવાનનું મોત 1 - image


મોરબીના રફાળેશ્વર નજીક

પસાયા બેરાજાનાં પાટિયાં પાસે રસ્તો ઓળંગી રહેલા યુવાનનુંં કારની ઠોકરે મૃત્યુ

મોરબી,જામનગર :  મોરબીના રફાળેશ્વર નજીક યુવાન બાઈક લઈને જતો હોય ત્યારે કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું અને રોડ પરના ડીવાઈડર સાથે અથડાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત થયું હતું. જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાનને રસ્તો ઓળંગતી વેળાએ અજ્ઞાાત કારના ચાલકે ઠોકરે ચડાવી મૃત્યુ નિપજાવ્યું છે.

વાંકાનેરના કુંભારપરામાં રહેતો અસ્લમ હારૃન તરીયા (ઉ.વ.૨૩) પોતાનું બાઈક લઈને મોરબીથી વાંકાનેર આવતો હતો ત્યારે રફાળેશ્વર ગામ નજીક દરિયાલાલ હોટેલ આગળ બાઈક સ્લીપ થતા રોડ પરની ડીવાઈડર સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગર નજીક પસાયા બેરાજા ગામમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની રાયદે ભાઈ ઉર્ફે અજય ભીખાભાઈ મકવાણા પસાયા બેરાજા ગામના પાટીયા પાસે રસ્તો ઓળંગી રહ્યો હતો, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી સફેદ કલરની એક કારના ચાલકે ઠોકરે ચડાવી દેતાં ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું.

Gujarat