ધંધુકા અમદાવાદ રોડ પર બાઈક સ્લીપ થઈ જતાં યુવાનનું મોત
- ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો
- બે યુવાનો મોટરસાયકલ લઈને હોટલે જાણવા માટે હતા ત્યારે અકસ્માત થયો
ભાવનગર : ધંધુકાના રાણપુર રોડ વેલનાથ સોસાયટી ખાતે રહેતા બે યુવાન બાઈક લઈને મમતા હોટલ પર જાણવા માટે જતા હતા તેવામાં ધંધુકા અમદાવાદ હાઇવે રોડ નજીક આવેલ હોટલ પાસે રોડ પર મોટરસાયકલ સ્લીપ થઇ જતાં પાછળ બેસેલા યુવાનનું મોત નિપજ્યું હતું.
આ બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ ધંધુકાના રાણપુર રોડ વેલનાથ સોસાયટી ખાતે રહેતા પંકજભાઈ સુરેશભાઈ પનારા ( ઉ.વ ૨૬ ) અને પરેશભાઈ રામજીભાઈ ગળધરિયા મોટરસાયકલ નંબર જીજે ૦૭ બીઈ ૮૯૩૬ લઈને મમતા હોટલ પર જાણવા માટે જતા હતા તેવામાં ધંધુકા અમદાવાદ હાઇવે નજીક આવેલ હોટલ પાસે રોડ પર અચાનક પરેશભાઈએ બાઈક પર કાબૂ ગુમાવતા મોટરસાયકલ સ્લીપ થઇ ગયું હતું.બાઈક સ્લીપ થતાં પંકજભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે પંકજભાઈને મૃત જાહેર કર્યા હતા આ બનાવ સંદર્ભે ધંધુકા પોલીસ મથકમાં મૃતકના ભાઇ શૈકેશભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.