સણોસરા ગામે બાઈક અડફેટે આવી જતાં યુવાનનું મોત
- યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડયો
- સણોસરાનો વતની યુવાન વાડીએથી ચાલીને ગામમાં આવેલાં ઘરે પરત આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના સણોસરા ગામના વતની અને હાલ સુરતના વરાછા ખાતે રહેતા રમેશભાઇ કાનજીભાઈ ચૌહાણના ભાઈ સુરેશભાઈ કાનજીભાઈ ચૌહાણ પોતાની વાડીએથી સણોસરા ચાલીને આવતા હતા.તે દરમ્યાન સરસ જીનીંગ મીલ પાસે પહોંચતા રંઘોળા તરફથી મોટર સાયકલ નં.જીજે ૦૪ ઇએમ ૨૨૩૫ ના ચાલકે પોતાનું મોટરસાયકલ પુરઝડપે બેફીકરાય થી માણસોની જિંદગી જોખમાય તેમ ગફલત ભરી રીતે ચલાવી સુરેશભાઈ સાથે મોટર સાયકલ ભટકાડી દેતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે પ્રથમ સિહોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેમની સ્થિતિ કથળતા વઘુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ રમેશભાઇએ સોનગઢ પોલીસ મથકના કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.