પાળીયાદ રોડ પર બાઈક અને આઇશર અથડાતા યુવાનનું મોત
- મૃતકના ભાઈએ રાણપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી
- યુવાન બાઈક લઈને અલમપુર તરફ જતા હતા ત્યારે પાળીયાદ પાસે અકસ્માત સર્જાયો
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ રાણપુર તાલુકાના અલમપુર ગામે રહેતા વિષ્ણુભાઈ છનાભાઈ ઝાલાના ભાઇ ઘનશ્યામભાઇ છનાભાઇ ઝાલા (ઉ.વ ૩૨ રહે અલમપર તા. રાણપર જી.બોટાદ ) પોતનું મોટરસાયકલ નંબર જીજે ૩૩ સી ૨૬૯૩ નું લઈને આર એમ પી પોલીસ ચોકી તરફથી અલમપુર તરફ જતા હતા.તે વખતે રાણપુર પાળીયાદ રોડ પરના ગિરનારી આશ્રમ પાસે પહોંચ્યા ત્યારે આઇસર નંબર જીજે ૩૩ ટી ૨૭૪૨ નું આર એમપી ચોકી તરફથી પુરઝડપે અને બેફીકરાઇ ગફલતભરી રીતે માણસોની જીદગી જોખમાય તે રીતે ચલાવી ઘનશ્યામભાઇની મોટરસાયકલની પાછળથી અથડાવી દીધું હતું. ઘનશ્યામભાઇ મોટરસાયકલ પરથી ફંગોળાઇ ગયા હતા.અને રોડ પર પડી જતા ઘનશ્યામભાઇને માથાના ભાગે ગભી૨ ઈજા થતાં ઘનશ્યામભાઇનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ વિષ્ણુભાઈએ રાણપુર પોલીસ મથકમાં આઇસર્ ચાલક વિરૂધ્ધ બીએનએસ કલમ ૧૦૬ (૧ ),૨૮૧ ૧૨૫ (ક ),૧૨૫ ખ તથા એમ વી એકટ કલમ ૧૭૭ ૧૮૪ મજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.